પોરબંદર: શહેરની ભોરાસર સીમ વિસ્તારની વાડીમાં કીડી ખાઉં પ્રાણી જોવા મળ્યું હતું. જે જોવા મળતા વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગે કીડી ખાઉંને સલામત સ્થળે ખસેડ્યું હતું. કીડી ખાઉં પ્રાણી દુર્લભ પ્રજાતિનું હોવાથી ભાગ્યે જ જોવા મળતું હોય છે.
લુપ્ત થતી પ્રજાતિનું વિચિત્ર દેખાતું કીડી ખાઉં પ્રાણી વૃક્ષો કે માટીની દરમાં કીડી મકોડી જેવા નાના જીવજંતુનો શિકાર કરે છે. તે પોતાના કુદરતી આકાર અને વજનના કારણે મોટા ઉંદર કે સસલા જેવા પ્રાણીઓનો શિકાર કરી શકતું નથી.
- કીડી ખાઉં કીડી મકોડા જેવા નાના જીવજંતુનો શિકાર કરે છે
- દુર્લભ પ્રજાતિનું કીડી ખાઉં માનવ વસ્તીમાં ભાગ્યે જ જોવા મળે
- કીડી ખાઉંને નુકસાન પહોંચાડનારાને સજાની પણ જોગવાઈ
આ પ્રજાતિનું પ્રાણી માનવ વસ્તીમાં ભાગ્યે જ જોવા મળે છે. આ પ્રજાતિના પ્રાણીઓનો લુપ્ત પ્રજાતિઓમાં સમાવેશ હોવાથી તેને નુકસાન પહોંચાડનારાને સજાની પણ જોગવાઈ હોય છે. ભોરાસર સીમમાં કીડી ખાઉં પ્રાણી મળી આવતા વિસ્તારના લોકોમાં કુતુહલતા જોવા મળી હતી. આ વિચિત્ર પ્રાણીને જોવા લોકો ઉમટી પડયા હતા.