- રાજ્ય સરકાર દ્વારા કોરોનાથી મૃત્યુ પામેલા લોકો માટે સહાયની જાહેરાત
- 142 ફોર્મ સહાય માટે કલેકટર ઓફિસે આવ્યા જેમાંથી 84ને સહાય ચૂકવાઈ
- કોરોનાથી મૃત્યું પામેલાં વ્યક્તિઓના વારસદારોને કરાઇ 42 લાખની ચૂકવણી
પોરબંદર: રાજ્ય સરકાર (State Government) દ્વારા કોરોનામાં મૃત્યુ પામેલ વ્યક્તિઓના વારસદારોને સહાય યોજના શરૂ કરવામાં આવી છે, જે અંગે પોરબંદર જિલ્લા કલેકટર (District Collector Porbandar) દ્વારા પત્રકારોને માહિતી આપવામાં આવી હતી અને લોકો ઓનલાઈન અરજી ન કરી શકે તે મામલતદાર કચેરીમાંથી(Mamlatdar office) પણ આ ફોર્મ લઇ શકે છે. અત્યાર સુધીમાં કુલ 42,00,000 જેટલી સહાય ચૂકવાઇ છે.
પોરબંદરમાં કોરોનામાં મૃત્યુ પામેલ સહાય માટે ફોર્મ મામલતદાર કચેરીથી પણ લઈ શકાય છે
પોરબંદર જિલ્લામાં 124 લોકો કોરોનાના કારણે મૃત્યુ પામ્યા હોવાનું જિલ્લા કલેકટરે જણાવ્યું છે, જ્યારે અત્યાર સુધીમાં કુલ 229 ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે. જેમાં 142 ફોર્મ પરત મળેલ છે અને તે પૈકી 84 ફોર્મમાં 42 લાખની સહાય મંજુર કરવામાં આવી છે. ઉપરાંત 17 ફોર્મને મંજુરી આપવામાં આવી નથી. હાલ 41 ફોર્મ નિર્ણય માટે બાકી છે જે માટે કલેકટર અને આરોગ્ય વિભાગના અધિકારીની કમિટી દ્વારા તપાસ થઈ રહી છે. પોરબંદરમાં સહાય મેળવવા માટે ફોર્મ સાથે લોકો પાસેથી મૃતકનું આધારકાર્ડ, અવસાનનો દાખલો, કોવિડથી અવસાન થયેલ હોવાનો દાખલો હોસ્પિટલમાંથી ફોર્મ નમ્બર 4 જેમાં મરણનું કારણ દર્શાવેલ હોય અને વારસદારની વિગતનું સોંગદનામુ રજૂ કરવું જરૂરી છે તેવું જિલ્લા કલેકટર અશોક શર્માએ જણાવ્યું હતું.
આ પણ વાંચો: પોરબંદર જિલ્લા પંચાયતની ચૂંટણીમાં 280 મતદાનમથકો પર થશે મતદાન
આ પણ વાંચો: પોરબંદર જિલ્લામાં ચૂંટણી અંગેનું જાહેરનામું પ્રસિધ્ધ