પોરબંદરઃ ભારતીય જળ સીમા પરથી અનેકવાર પાકિસ્તાન મરીન સિક્યુરિટી ફોર્સ( Pakistan Marine Security)દ્વારા ભારતીય માછીમારોનું બોટ સાથે અપહરણ કરવામાં આવે છે. ભારતીય માછીમારોને કરાચીની જેલમાં રાખવમાં આવે છે. આ માછીમાર આગેવાનોની અનેક વાર રજૂઆતોના પગલે પાકિસ્તાન સરકારે 20 ભારતીય માછીમારોને 19 જૂન 2022 ના રોજ મુક્ત કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયને પગલે માછીમાર સમાજમાં ખુશીની લહેર છવાઈ છે.
આ પણ વાંચોઃ 20 ભારતીય માછીમારોને પાકિસ્તાન મુક્ત કરશે
હજુ પણ 500 થી વધુ માછીમારો કરાંચીમાં કેદ - ભારતીય જળ સીમા પરથી ભારતીય માછીમારોને બોટ (Indian fishermen)સાથે પકડી પાકિસ્તાન મરીન સિક્યુરિટી ફોર્સ અપહરણ કરી જાય છે. અત્યાર સુધીમાં 500 થી વધુ માછીમારો પાકિસ્તાનમાં આવેલ કરાચીની જેલમાં છે. આ માછીમોરો પરિવારના મોભી જ ન હોય તો પરિવારનું ભરણપોષણ કોણ કરે ? આમ અપહરણની આ ઘટનામાં અનેક પરિવારો નોંધારા બન્યા છે.
આ પણ વાંચોઃ પાકિસ્તાન ત્રીજા તબક્કામાં વધુ 100 માછીમારોને મુક્ત કરશે
જપ્ત કરાયેલ બોટને છોડવમાં આવે તેવી માંગ - ભારતીય માછીમારોને પાકિસ્તાન સરકારે મુક્ત કરવાનો નિર્ણય લીધો(Pakistan release Gujarat fishermen) છે તેને આવકાર્યો છે. પરંતુ હજુ 500 થી વધુ માછીમારો કરાચીમાં છે તેઓને પણ વહેલી તકે છોડવામાં આવે તેવી માંગ માછીમાર આગેવાન જીવન જુંગીએ કરી છે. આ ઉપરાંત 1100 જેટલી બોટ પણ પાકિસ્તાનમાં જપ્ત કરાઈ છે અને તે બોટ માછીમારો ની આજીવિકાનું સાધન હોય છે. આથી આ જપ્ત કરાયેલ બોટને પણ છોડવમાં આવે તેવી માંગ જીવન જુંગીએ કરી છે.