ETV Bharat / state

પાકિસ્તાન મરીન સિક્યુરિટી ફોર્સે 2 ભારતીય બોટ અને 11 માછીમારોનું કર્યું અપહરણ - બોટ ન્યૂઝ

પાકિસ્તાન મરીન સિક્યુરિટી ફોર્સે મંગળવારે વહેલી સવારે 2 ભારતીય બોટ અને 11 માછીમારોનું અપહરણ કર્યું હતું. આ અગાઉ પણ 2 બોટ અને 24 માછીમારોનું અપહરણ કર્યું હતું.

થોડા દિવસો પહેલાં 2 બોટ અને 24 માછીમારોનું કર્યું હતું અપહરણ

author img

By

Published : Mar 16, 2021, 10:22 PM IST

  • થોડા દિવસો પહેલાં 2 બોટ અને 24 માછીમારોનું કર્યું હતું અપહરણ
  • અનેક રજૂઆતો બાદ પણ અપહરણનો સિલસિલો યથાવત
  • પાકિસ્તાન મરીન સિક્યુરિટી ફોર્સ દ્વારા અનેકવાર કરાય છે ભારતીય માછીમારોનું અપહરણ

પોરબંદર: જિલ્લામાં પાકિસ્તાન મરીન સિક્યુરિટી ફોર્સે મંગળવારે વહેલી સવારે 2 ભારતીય બોટ અને 11 માછીમારોનું અપહરણ કર્યું હોવાની ઘટના સામે આવી છે. આ અંગે નેશનલ ફિશ ફોરમના મનીશ લોઢારીએ જણાવ્યું હતું કે, અપહરણ થયેલી બન્ને બોટ પોરબંદરની હોવાનું હાલ માલુમ પડયું છે. ગયા 12 માર્ચના રોજ પણ ચાર બોટ અને 24 માછીમારોનું અપહરણ કરાયું હતું, જ્યારે મંગળવાર 16 માર્ચે સવારે 2 બોટ અને 11 માછીમારોનું અપહરણ થતાં માછીમારો માં રોષ ભભૂકી ઉઠ્યો છે.

આ પણ વાંચો: ભારતીય તટ રક્ષક દળે માછીમારીની 'હરસિદ્ધિ' બોટને શોધીને બચાવી લીધી

નાપાક પાકિસ્તાન ક્યારે સુધરશે...?

ભારતીય જળસીમા પરથી અનેક વખત પાકિસ્તાન મરિન સિક્યુરિટી ફોર્સ દ્વારા ભારતીય માછીમારોના અપહરણ કરવામાં આવે છે. આ મામલે બન્ને દેશોની સરકારને અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈ નિરાકરણ કરવામાં આવ્યું નથી. માત્ર આ અંગે ચર્ચાઓ અને મિટિંગો તથા મુલાકાતનું આયોજન થાય છે, પરંતુ સરકાર દ્વારા કોઈ ફાઇનલ નિર્ણય ન આવતા માછીમારોએ પાકિસ્તાનની જેલમાં સબળવાનો વારો આવે છે.

આ પણ વાંચો: જખૌ જળસીમા પાસેથી પાકિસ્તાન દ્વારા પોરબંદરની બે બોટ સહિત 11 માછીમારોનું અપરહણ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.