- નિવૃત શિક્ષકે જરૂરિયાતમંદ દર્દીઓને મેડિકલ સાધનોની સહાય આપે છે
- તેમણે મેડિકલ સાધનોની સહાય 2011માં શરૂ કરી હતી
- બેક રેસ્ટ, પલંગ, વહીલચેર સહિતના ઓર્થો મેડીકલ સાધનની સહાય આપવામાં આવે છે
- દર્દીઓ માટે 1,300 જેટલા સાધનો હાલ ટેકા પરબમાં છે
પોરબંદરઃ સામાન્ય રીતે નિવૃત્તિ બાદ લોકો પ્રવૃત્તિ ઓછી કરી નાખતા હોય છે પરંતુ નિવૃત્તિ બાદ પણ લોકોને મદદ કરવાના વિચારથી સાઈબાબાના સેવાકીય જીવનથી પ્રેરિત થઈ પોરબંદરના રામશીભાઈ બામણીયાએ 2011થી પોરબંદરના ઈન્દીરા નગર પાસે સાઈ ટેકા પરબ નામની સંસ્થા શરૂ કરી હતી. જેમાં ઓર્થો મેડિકલ સાધનો દર્દીઓને આપવામાં આવે છે. આ સાધનોમાં સક્શન મશીન, વોટર બેડ, એરબેડ, નેબ્યુલાઈઝર, પલંગ, વ્હિલચેર, સાયકલ વોકર, સ્ટિક, લેટરીન સ્ટેન્ડ, બગલઘોડી વગેરે સાધનો આપવામાં આવે છે.
આ પણ વાંચોઃ લુણાવાડામાં સંજીવની રથ દ્વારા હોમ આઇસોલેશન દર્દીઓને આરોગ્ય સેવા અપાઈ
સંસ્થા દ્વારા દ્વારકા જતા પદયાત્રીઓ માટે ભોજન અને રહેવાની વ્યવસ્થા પણ કરવામાં આવે છે
આ ઉપરાંત સંસ્થા દ્વારા દ્વારકા જતા પદયાત્રીઓ માટે ભોજન અને રહેવાની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે ઘણા દર્દીઓ આ સાધનોનો ઉપયોગ કરી રહ્યા છે. તેમને મદદરૂપ થવા દિલીપભાઈ દવે અને જ્યાબેન વાસણ પણ સેવા આપી રહ્યા છે. પોરબંદરમાં કોઈને પણ આ પ્રકારના સાધનોની જરૂર હોય તો કોઈપણ સમયે સંપર્ક કરવા રામશીભાઈ બામણિયાએ જણાવ્યું હતું.
આ પણ વાંચોઃ રાજકોટમાં 300 કિલોથી વધારે વજન ધરાવતી મહિલાનું શરીર સડી ગયું, સાથી સેવા ગૃપે કરી મદદ