- પોરબંદરના શખ્સ સાથે થઈ ઓનલાઈન છેતરપિંડી
- શખ્સે પોતાની કાર વેબસાઈટમાં વેંચવા મૂકી હતી
- અજાણ્યા ઈસમે લીંક મોકલી રૂપિયા 4800ની કરી ઉઠાંતરી
પોરબંદરઃ શહેરમાં રહેતા નયન ગોટેચા એ પોતાની કાર વેચવા માટે ઓનલાઈન વેબસાઈટ પર મૂકી હતી અને તેમને તારીખ 19ના રોજ એક ગ્રાહકે ભાવનગરથી ફોન કર્યો અને કહ્યું કે અમને આ કાર પસંદ છે અને ટોકન પેટે રૂપિયા 20,000 ઓનલાઈન પે કરી દેશે તેમ જણાવ્યું હતું.
રૂપિયા 4800 ગુમાવવા પડયા
નયન ગોટેચા આ એપ વિશે જાણતા ન હોવાથી તેના સહકર્મી નયન મોતીવરસના મોબાઈલ માંથી એક લીંક મોકલી હતી. જે ગ્રાહકે કહ્યા મુજબ કરતા થોડી વારમાં જ બે ટ્રાંજેકશનમાં રૂપિયા 4800 ગુમાવવા પડયા હતા.
સાયબર ક્રાઈમ સહિતની તમામ પોલીસનો આભાર માન્યો
નયને સાયબર ક્રાઈમ સહિતની તમામ પોલીસનો આભાર માન્યો હતો. પોરબંદર પોલીસ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે, જો કોઈ વ્યક્તિ આવા કોઈ પ્રકારના ફોનનો ભોગ બને તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો.