ETV Bharat / state

પોરબંદર ખાતે સાંસદ અને ધારાસભ્યની ઉપિસ્થિતિમાં 150 આવાસોનો ઓનલાઇન ડ્રો કરાયો

author img

By

Published : Sep 5, 2020, 1:21 PM IST

પોરબંદર ખાતે સરકાર દ્રારા ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો માટે બનાવેલા 2448 આવાસો પૈકી 150 આવાસોનું ઓનલાઇન ડ્રો કરીને પોરબંદરના સાંસદ તથા ધારાસભ્યના હસ્તે લાભાર્થીઓને એલોટમેન્ટ પત્ર તથા આવાસની ચાવી સોપવામાં આવતા લાભાર્થીઓએ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

Porbandar
પોરબંદર ખાતે સાંસદ અને ધારાસભ્યની ઉપિસ્થિતિમાં 150 આવાસોનો ઓનલાઇન ડ્રો કરાયો

પોરબંદર: શહેરના બી.એસ.યુ.પી. આવાસ યોજના અંતર્ગત બોખીરા રામકૃષ્ણ મિશન પાસે 2448 તબક્કે 150 આવાસોનો ડ્રો કરવામાં આવ્યો હતો. આ યોજના અંતર્ગત લાભાર્થીઓને ફક્ત 5 હજાર રૂપિયામાં જ બે રૂમ, રસોડા, ટોઇલેટ સહિતની સુવિધા યુક્ત આવાસ સોપવામાં આવ્યા છે.

પોરબંદરના ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયાએ સાદગીપુર્ણ યોજાયેલા ઓનલાઇન ડ્રોમાં ઉપસ્થિત રહેતા કહ્યુ કે, ગરીબ અને મધ્યમ પરિવારની સરકાર ચિંતા કરે છે. 2.80 લાખની કિમતનું મકાન લાભાર્થીને ફક્ત રૂ.5 હજારમાં સોપવામાં આવ્યું છે. દરેક પરિવારના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થાય તે માટે સરકાર કટ્ટીબદ્ધ છે. આ તકે સાંસદ રમેશભાઇ ધડુકે લાભાર્થીઓને શુભકામના પાઠવી હતી.

આ તકે લાભાર્થી સંતોકબેન ગોરાણીયાએ કહ્યુ કે, સરકાર દ્રારા મારા પરિવારને આવાસની ચાવી આપવામાં આવી છે. ફક્ત રૂ. 5 હજારમાં જ ઘરનું ઘર મળતા હવે ભાડું ભરવાથી છુટકારો મળશે. ત્યારે અન્ય લાભાર્થી નૈનાબેન ઓડેદરાએ કહ્યુ કે, જે કિંમતે મકાન ભાડુ મળતુ હોય તે જ કિંમતે સરકારે ઘરનું ઘર બનાવી આપ્યુ છે. તે બદલ સરકારનો આભાર. જ્યારે આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ PGVCL ફોર્મ વિતરણ સમયે સોશિયલ ડિસ્ટન્સનો અભાવ વર્તાયો હતો. આ ઉપરાંત પોરબંદર છાંયા નગરપાલિકાના વહિવટદાર કે.વી.બાટી, ચીફ ઓફિસર હેંમત પટેલ, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી મહેતા સહિત અધિકારીઓ તથા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.