પોરબંદર : નોવેલ કોરોના વાઇરસનો વધુ એક પોઝિટિવ કેસ આવતા વાઇરસનાં ઝડપી સંક્રમણને ધ્યાનમાં લઇને લોકોની સુરક્ષા બાબતે તકેદારીના ભાગરૂપે પોરબંદર જિલ્લા મેજીસ્ટ્રેટ ડી.એન.મોદીએ ફોજદારી કાર્યરીતી અધિનિયમ 1973 ની કલમ- 144, ધ ડિઝાસ્ટર મેનજમેન્ટ એક્ટ-2005ની કલમ-30 તથા કલમ-34 અને ગુજરાત એપેડેમીક ડીસીઝ કોવીડ-19 રેગ્યુલેશન 2020ની કલમ- 2 અન્વયે પોરબંદરમાં તા. 6 ઓગષ્ટ થી તા.2 સપ્ટેમ્બર સુધી કન્ટેઇન્ટમેન્ટ વિસ્તાર નક્કી કરી જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે.
પોરબંદર શહેરનાં ઠક્કર પ્લોટ વિસ્તારમાં શેરી નં. 4 માં નફીઝા અબદુલ ભેડાનું ઘર અને પોરબંદર શહેરનાં શીતલા ચોક વિસ્તારમાં જુના જલારામ મંદિરની સામેની ગલીમાં ઉત્તરે શાંતાબેન ડાયાલાલ ખોડાના ઘરથી દક્ષિણે હીરાલાલ દેવજી વાંદરીયાના ઘર સુધી તથા સામે અનીલ હીરાલાલ વાંદરીયાના ઘરથી ઉત્તરે ભીખુ માવજી બાદરશાહી સુધીના વિસ્તારને તા. 6 ઓગસ્ટથી તા. 2 સપ્ટેમ્બર સુધી કન્ટેઇન્ટમેન્ટ વિસ્તાર જાહેર કરેલ છે.
માલ અને સેવાઓ આપૂર્તિ માટે (પરવાનગી સાથે) અને મેડીકલ ઇમરજન્સી માટે વ્યક્તિઓની અવર-જવર, આ હુકમ સરકારી ફરજ ઉપરના અધિકારી/કર્મચારીઓને લાગુ પડશે નહી, કન્ટેઇમેન્ટ ઝોનમાં ફક્ત આવશ્યક સેવાઓ સવારના 7-00 કલાક થી સાંજના 7.00 કલાક સુધી જ ચાલુ રાખી શકાશે.
પોલીસે આ વિસ્તારમાં નીચે મુજબ પ્રમાણે સખ્તાઇથી અમલવારી કરાવવાની રહેશે. આ વિસ્તારમાં પ્રવેશ અને નિકાસ માટેનાં પોઇન્ટ નક્કી કરવાનાં રહેશે, નાગરિકો અને વાહોનોને ચકાસણી કર્યા વિના અવર-જવર કરવાની રહેશે નહિ, આ વિસ્તારની પરિમિતિમાં અવર-જવર કરતા લોકોની નોંધ કરવાની રહેશે.
કોરોનાના વધતાં સંક્રમણને ધ્યાને રાખી પોરબંદરમાં કન્ટેઈન્ટમેન્ટ વિસ્તાર જાહેર કરાયો - contention area
પોરબંદરમાં કોરોના વાઇરસનો વધુ એક પોઝિટિવ કેસ આવતા લોકોની સુરક્ષાને ધ્યાનમાં લઇને જિલ્લા મેજીસ્ટ્રેટ ડી.એન.મોદીએ કન્ટેઇમેન્ટ વિસ્તાર નક્કી કરી જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે.