ETV Bharat / state

પોરબંદરમાં શંકાસ્પદ ડેન્ગ્યુના કારણે એક યુવાનનું મોત - સિવિલ હોસ્પિટલ પોરબંદર

પોરબંદર: શહેરમાં છેલ્લા થોડા સમયથી રોગચાળાએ માથું ઉચક્યું છે, ત્યારે સિવિલ હોસ્પિટલ અને શહેરની અન્ય ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. જેમાં શંકાસ્પદ ડેન્ગ્યુના કારણે એક યુવાનનું મોત થયું હતું.

etv bharat por
author img

By

Published : Sep 18, 2019, 8:22 PM IST

પોરબંદર શહેરમાં છેલ્લા થોડા સમયથી રોગચાળાએ માથું ઉચક્યું છે, ત્યારે પોરબંદરના લકડી બંદરમાં મચ્છીના દંગામાં કામ કરતો એક નેપાળી યુવાન જીત બહાદુર થારું ઉં. ૪૩નું શંકાસ્પદ ડેન્ગ્યુના કારણે મોત થયું હતું. યુવાનના પરિવારજનોએ જણાવ્યું હતું કે, તેને એક અઠવાડિયા પહેલા તાવ આવતા પ્રથમ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો. જ્યાં ત્રણ દિવસની સારવાર બાદ સ્થિતિ કથળતા શહેરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનો રીપોર્ટ કઢાવતા ડેન્ગ્યુ પોઝીટીવ હોવાનું સામે આવ્યું હતું અને સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. મૃતકના પરિવારમાં પત્ની ઉપરાંત બે પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.

પોરબંદરમાં શંકાસ્પદ ડેન્ગ્યુના કારણે એકનું મોત

ઉલ્લેખનીય છે કે, વરસાદ બાદ પોરબંદર શહેરમાં ઠેર-ઠેર ગંદકીના ગંજ જામ્યા છે અને વિવિધ જગ્યાએ વરસાદી પાણીનો ભરાવો પણ થયો હતો. જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધતા લોકોમાં તાવ, શરદી, ઉધરસ જેવા રોગોનું પ્રમાણ વધ્યું છે. શહેરમાં મધ્યમાં આવેલા ખીજડી પ્લોટ સહીતના મેદાનોમાં પણ હજુ વરસાદી પાણી ભર્યા છે. મનપાના સફાઈ કામદારો જાણે હડતાલ પર ઉતર્યા હોય તેમ ઠેર-ઠેર ગટરો ઉભરાઈ રહી છે અને શહેરના રાજમાર્ગો પર પણ ગટરના ગંદા પાણી વહી રહ્યા છે. પોરબંદર સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે અને દર્દીઓની હોસ્પિટલની બહારના ભાગ સુધી લાંબી કતારો જોવા મળે છે.

સિવિલ હોસ્પિટલમાં છેલ્લા પંદર દિવસમાં શરદી, ઉધરસ અને વાઈરલ ફીવરના કુલ ૧૫૦૦થી વધુ કેસો નોંધાયા હતાં. તો મેલેરિયાના ૨ કેસ પોઝીટીવ આવ્યા હતાં અને ડેન્ગ્યુંનો એક કેસ તેમજ ટાઈફોઈડના ૩ જેટલા કેસ પોઝીટીવ નોંધાયા હતાં. તો શહેરની અનેક ખાનગી હોસ્પિટલો પણ વિવિધ સીઝનલ બીમારીના દર્દીઓથી ઉભરાઈ રહી છે, ત્યારે હજુ પણ રોગચાળો વધુ વકરવાની શક્યતાઓ વર્તાઈ રહી છે, ત્યારે તંત્ર હજુ ગાઢ નીંદ્રામાં પોઢી રહ્યું છે.

Intro:પોરબંદર માં શંકાસ્પદ ડેન્ગ્યું ના કારણે એક નું મોત: હોસ્પિટલમાં જ રોગચાળાની ભીતિ

પોરબંદર ની સિવિલ હોસ્પિટલ અને શહેર ની અન્ય ખાનગી હોસ્પિટલો દર્દીઓ થી ઉભરાઈ રહી છે.ત્યારે શંકાસ્પદ ડેન્ગ્યું ના કારણે એક યુવાન નું મોત થયું છે

પોરબંદર શહેર માં છેલ્લા થોડા સમય થી રોગચાળાએ માથું ઉચક્યું છે અને હાલ પોરબંદર જીલ્લા ની મુખ્ય સિવિલ હોસ્પિટલ તથા શહેર ની ખાનગી હોસ્પિટલો દર્દીઓ ઉભરાઈ રહી છે. ત્યારે પોરબંદર ના લકડી બંદર માં મચ્છી ના દંગા માં કામ કરતા એક નેપાળી યુવાન જીત બહાદુર થારું (ઉવ ૪૩,રે મૂળ નેપાળ હાલ પોરબંદર લકડી બંદર) નામના યુવાન નું શંકાસ્પદ ડેન્ગ્યું ના કારણે મોત થયું છે યુવાન ના પરિવારજનો એ જણાવ્યું હતું કે તેને એક અઠવાડિયા પહેલા તાવ આવતા પ્રથમ સિવિલ હોસ્પિટલ માં સારવાર માટે ખસેડ્યો હતો જ્યાં ત્રણ દિવસ ની સારવાર બાદ સ્થિતિ કથળતા શહેર ની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનો રીપોર્ટ કઢાવતા ડેન્ગ્યું પોઝીટીવ હોવાનું સામે આવ્યું હતું અને સારવાર દરમ્યાન આજે તેનું મોત નીપજ્યું છે મૃતક જીત ના પરિવાર માં પત્ની ઉપરાંત બે પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળે છેBody:ઉલ્લેખનીય છે કે વરસાદ બાદ પોરબંદર શહેર માં ઠેર ઠેર ગંદકીના ગંજ જામ્યા છે.અને વિવિધ જગ્યા એ વરસાદી પાણી નો ભરાવો પણ થયો છે આથી મચ્છરોનો ઉપદ્રવ વધતા લોકોમાં તાવ, શરદી, ઉધરસ જેવા રોગોનું પ્રમાણ વધ્યું છે. શહેર મધ્યે આવેલ ખીજડી પ્લોટ સહીત ના મેદાનો માં પણ હજી વરસાદી પાણી ભર્યા છે પાલિકા ના સફાઈ કામદારો જાણે હડતાલ પર ઉતર્યા હોય તેમ ઠેર ઠેર ગટરો ઉભરાઈ રહી છે અને શહેર ના રાજમાર્ગો પર પણ ગટર ના ગંદા પાણી વહી રહ્યા છે તેમ છતાં પાલિકા ના સતાધીશો ના પેટ નું પાણી પણ હલતું નથી પોરબંદર સિવિલ હોસ્પિટલ દર્દીઓ થી ઉભરાઈ રહી છે અને દર્દીઓ ની હોસ્પિટલ ની બહાર ના ભાગ સુધી લાંબી કતારો લાગે છે સિવિલ હોસ્પિટલ માં છેલ્લા પંદર દિવસ માં શરદી ઉધરસ અને વાઈરલ ફીવર ના કુલ ૧૫૦૦ થી વધુ કેસો નોંધાયા છે તો મેલેરિયા ના ૨ કેસ પોઝીટીવ આવ્યા છે અને ડેન્ગ્યું નો એક કેસ તેમજ ટાઈફોઈડ ના ૩ જેટલા કેસ પોઝીટીવ નોંધાયા છે. તો શહેર ની અનેક ખાનગી હોસ્પિટલો પણ વિવિધ સીઝનલ બીમારી ના દર્દીઓ થી ઉભરાઈ રહી છે હજુ પણ રોગચાળો વધુ વકરવાની શક્યતાઓ વર્તાઈ રહી છે
ત્યારે તંત્ર હજુ ગાઢ નીંદ્રા મા પોઢી રહ્યું છે .
Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.