ETV Bharat / state

પોરબંદરમાં ખાનગી શાળા-કોલેજોમાં ફી માફ કરવા NSUIની જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત - ફી રેગ્યુલેટરી કમિટી

પોરબંદરમાં ખાનગી શાળા-કોલેજમાં 6 મહિનાની ફી માફ કરવા બાબતે NSUI દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી.

પોરબંદરમાં ખાનગી શાળા-કોલેજોમાં ફી માફ કરવા NSUIની જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત

author img

By

Published : May 1, 2021, 9:56 PM IST

  • મહામારીની સાથે અસહ્ય મોંઘવારીમાં અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા
  • સામાન્ય મધ્યમ વર્ગના પરિવારો ફી ભરી શકે તે અશક્ય
  • કોઈ સ્કૂલ કોલેજ હોવાથી 6 મહિનાની ફી માફ કરવા માગ

પોરબંદર: કોરોના મહામારીના સમયમાં ખાનગી શાળાઓએ વાલીઓને ફીમાં રાહત આપવી જોઇએ. તેની બદલે, ફી રેગ્યુલેટરી કમિટી નવા શૈક્ષણિક વર્ષ 2020-21 માટે વધારા સાથે ફી મંજૂર કરવાની કાર્યવાહી પૂર્ણ કરવા આગળ વધી રહી છે. તેવી, રજૂઆત પોરબંદર જિલ્લા NSUI દ્વારા કરવામાં આવી છે.

આ પણ વાંચો: કુતિયાણામાં ધારાસભ્યએ 10 બેડનું કોવિડ કેર સેન્ટર કરાવ્યું શરૂ

ગત વર્ષ કરતા આ વર્ષ વધુ કઠીન

ગત એક વર્ષ કરતા વધુ સમયથી શાળાઓ શરૂ થઇ નથી. અત્યારના સંજોગો જોતા પાછલા વર્ષ કરતા આ વર્ષ વધુ કઠીન-કપરુ લાગી રહ્યું છે. હાલમાં, મોટા ભાગની શાળાઓએ ઓનલાઇન શિક્ષણ કાર્ય પણ બંધ કરી દીધું છે. તેમ છતા, મોટા ભાગની શાળાઓએ આગામી વર્ષ માટે ફી ભરવા વાલીઓને નોટિસ અને મેસેજો ચાલુ કરી દીધા છે. ત્યારે, ફી રેગ્યુલેટરી કમિટી આગામી વર્ષ માટે ફી વધારાને મંજૂરી આપવાની દિશામાં આગળ વધી રહી છે.

આ પણ વાંચો: આરોગ્ય વિભાગની બેદરકારી: પોરબંદરમાં 'માં અમૃતમ કાર્ડ' રસ્તે રઝળતા મળ્યા

પોરબંદર જિલ્લા NSUI પ્રમુખ કિશન રાઠોડની માંગ

શાળા કોલેજો બંધ રહેતા ખાનગી શૈક્ષણિક સંસ્થાઓને ઇલેક્ટ્રિસિટી, પાણી, ટ્રાન્સપોર્ટેશન, સફાઇ વગેરે જેવા દૈનિક ખર્ચાઓ થયા નથી. મહામારી સાથે અસહ્ય મોંઘવારીમાં સામાન્ય મધ્યમ વર્ગ, નોકરી અને ધંધા રોજગાર કરતા પરિવારો આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. તેવામાં, સરકારે રચેલી ફી નિર્ધારણ સમિતિએ અગાઉથી ખાનગી શાળાઓને લાખો રુપિયાની ફી ઉઘરાવવાના પરવાના આપ્યા છે. આમ, કોરોના વચ્ચે પણ આગામી વર્ષ માટે ફી વધારાને મંજૂરી આપવાની દિશામાં કાર્યવાહીથી વાલીઓની મુશ્કેલીઓમાં વધારો થશે. ત્યારે, જિલ્લા શિક્ષણ અધિકારીને પત્ર રૂપે આગામી 6 મહિનાની ફી અંગે સરકાર જલ્દી નિર્ણય કરે તેવી માંગ જિલ્લા NSUI પ્રમુખ કિશન રાઠોડે કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.