પોરબંદરઃ ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું છે અને તેમાં એડમિશન પણ શરૂ થઈ ગયા છે, ત્યારે RTEના કાયદા હેઠળ પ્રવેશ મેળવતા બાળકો માટે પણ ઓનલાઇન રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવે તેવી માગ NSUI દ્વારા કરવામાં આવી હતી. સ્કૂલમાં 25 ટકા RTEના નિયમ અનુસાર બાળકોને પ્રવેશ આપવા માટેની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવે તેવી રજૂઆત પોરબંદરના જિલ્લા શિક્ષણ અધિકારીને સોમવારે NSUI દ્વારા કરવામાં કરવામાં આવી હતી.
આ ઉપરાંત અનેક શાળાઓ એક શિક્ષણ સત્ર શરૂ હરિયાની પ્રયોગ કરવાનું શરૂ કરી દીધું હોય છે, પરંતુ જ્યારથી શિક્ષણકાર્ય શરૂ થાય અને શાળાઓ શરૂ થાય ત્યાર બાદથી જ તમામ શાળાઓ નિર્ણય રાખે તેવી માગ NSUI દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને કરવામાં આવી છે. જેથી લોકડાઉન દરમિયાન વાલીઓને ફી ભરવામાં મુશ્કેલી ન પડે.