ETV Bharat / state

પોરબંદર જિલ્લામાં 31 જુલાઇ સુધી જરૂરી પ્રતિબંધો અને છૂટછાટો સાથે જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું

કોરોના વાઇરસના ઝડપી સંક્રમણને ધ્યાનમાં લઇને દેશવાસીઓના સ્વાસ્થ્ય સુરક્ષા માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તારીખ 31 જુલાઇ સુધી જરૂરી છુટછાટ સાથે લોકડાઉન લંબાવ્યુ છે. જેથી પોરબંદર જિલ્લા મેજીસ્ટ્રેટ દ્રારા તા.31 જુલાઇ સુધી અથવા સરકાર દ્વારા જો મુદત લંબાવવામાં આવે તે તારીખ સુધી સમગ્ર પોરબંદર જિલ્લામાં જરૂરી પ્રતિબંધો/છુટછાટો આપી જાહેરનામુ પ્રસિદ્ધ કર્યુ છે.

પોરબંદર જિલ્લામાં તા.31 જુલાઇ સુધી જરૂરી પ્રતિબંધો અને છુટછાટો સાથે જાહેરનામુ પ્રસિધ્ધ કરાયુ

author img

By

Published : Jul 1, 2020, 8:19 PM IST

પોરબંદર: આ જાહેરનામા અંતર્ગત, કામના જાહેર સ્થળઓએ ફરજિયાત મોઢુ ઢાંકવુ, દરેક જાહેર સ્થળો, દુકાન સહિતના સ્થળ પર સામાજિક અંતર રાખવુ, મોટા મેળાવડા અને ધાર્મિક મેદનીઓ પ્રતિબંધત છે. લગ્ન પ્રસંગે ફરજિયાત સામાજિક અંતર રાખો અને 50થી વધુ વ્યક્તિઓ હાજર રહેવુ નહીં. અંતિમ સંસ્કાર/અંતિમ વિધિમાં 20 કે તેથી વધુ વ્યક્તિઓ સાથેનું આયોજન કરી શકાશે નહીં. જાહેરમાં થૂંકનારને રૂ.200 નો દંડ કરવામાં આવશે.

તમામ જાહેર સ્થળો પર, કામના સ્થળોએ તથા મુસાફરી કરતી વખતે ફરજિયાત પણે મોઢાને ઢાંકવાનું રહેશે અને તેમ નહી કરવામાં આવતા રૂ.200નો દંડ વસૂલ કરવામાં આવશે. જાહેર જગ્યાએ પાન, ગુટખા, તમાકુનું સેવન કરી શકાશે નહી. તમામ કોચીંગ કલાસ, એજ્યુકેશન આપી શકાશે. સિનેમાગૃહો, જીમ, સ્વિમીંગપુલ બંધ રહેશે. ઓટોરીક્ષામાં એક ડ્રાઇવર અને બે પ્રવાસી એ રીતે ચાલુ રાખી શકાશે.

પ્રતિબંધિત બિન આવશ્યક સેવાઓ માટે વ્યક્તિની અવર જવર પર રાત્રિન 10થી સવારના 5 સુધી સખત પ્રતિબંધ રહેશે. કન્ટેન્મેન્ટ ઝોનમાં આવશ્યક સેવાઓ સાંજના 7થી સવારનાં 7 કલાક પ્રતિબંધ રહેશે. કામદારો, કર્મચારીઓ, દુકાનદારો, મકાન કન્ટેન્મેન્ટ ઝોનમાં આવેલા હોય તેઓને કન્ટેન્મેન્ટ ઝોનમાથી અવર જવર કરી શકાશે નહી. રમત શંકુલો અને સ્ટેડિયમ ખુલ્લા રાખી શકાશે. પરંતુ દર્શકો અને વિશાળ મેળાવડાને પ્રવેશ આપી શકાશે નહિં (પ્રસારણ કરવા માટે કોઇ પ્રતિબંધ નથી). આવશ્યક જરૂરિયાત અથવા આરોગ્ય સારવાર સિવાય 65થી વધુ ઉંમરના વ્યક્તિ રોગ ધરાવતી વ્યક્તિ, ગર્ભસ્થ મહિલા (પ્રેગનેટ વુમન), 10 વર્ષથી નાના વયના બાળકો ઘરની બહાર ન નિકાળવા સલાહ આપવામાં આવી છે.

છૂટછાટ આપેલી સેવા પ્રવૃતિઓ કન્ટેન્મેન્ટ ઝોનમાંથી બહાર તમામ આર્થિક પ્રવૃતિઓ રાત્રિનાં 8 સુધી અને રેસ્ટોરન્ટ રાત્રિનાં 9 કલાક સુધી ચાલુ રાખી શકાશે, આંતરરાજ્યો તથા રાજ્યોમાં વ્યક્તિ અને માલવાહક ટ્રાન્સપોર્ટની હેરફેર કોઇપણ જાતનાં પ્રતિબંધ વગર કાર્યરત રહેશે. આ પ્રકારની હેરફેર માટે કોઇપણ જાતની પરવાનગી, એપ્રુવલ પરમીટ મેળવવાની જરૂર રહેશે નહી.

કામનાં સ્થળોએ નીચે મુજબની વધારાની કાર્યપધ્ધતિ અમલી રાખવાની રહેશે. શક્ય હોય ત્યા સુધી ઘરેથી કામ કરવાની પધ્ધતિ અમલમાં લાવવાની રહેશે, કચેરીઓ, કામના સ્થળો, દુકાનો, માર્કેટો અને ઔધોગિક તેમજ વાણિજ્ય સંસ્થાઓ કર્મચારીઓ/કામદારો માટે કામના કલાકો અલગ અલગ રાદવાના રહેશે, થર્મેલ સ્કેનીંગ, હેન્ડ વોશ, સેનીટનીઇઝરનો એન્ટ્રી એકઝીટના પોઇન્ટ અને કોમન એરીયામાં ઉપયોગ કરવાનો રહેશે, કામના સ્થળોએ પાળી/સીફ્ટ બદલતી વખતે મુખ્ય દરવાજો/એન્ટ્રી તેમજ વધુ પ્રમાણમાં અવર જવર થતા કોમન સ્થળો વારંવાર સેનીટાઇઝ કરવાના રહેશે, (દા.ત. હેન્ડલ), કામના સ્થળ પરના ઇન્ચાર્જ વ્યક્તિએ કામદારો વચ્ચે પુરતું અંતર જાળવી, કામની પાળીમાં અંતર રાખીને, લન્ચ બ્રેક/રીસેસના સમયને અલગ-અલગ કરીને સોશિયલ ડિટન્સીંગનું અચુક પણે પાલન કરવાનું રહેશે.

કોઇપણ વ્યક્તિ/સંસ્થા કોરોના વાયરસ અંગે ખોટી અફવા/માહિતી કોઇપણ પ્રકારનાં મીડીયા મારફત ફેલાવશે તો તે ગુન્હો ગણાશે અને તેમની વિરૂધ્ધ કાયદેરસની કાર્યવાહી કરવામાં આવશે. જો કોઇ નાગરિક જાહેર થયેલ કોરોના વાયરસ પોઝીટીવ વિસ્તાર/દેશમાંથી આવ્યો હશે તો તેમણે નજીકની સરકારી હોલસ્પિટલ અથવા શહેર/જિલ્લાનાં કન્ટ્રોલ રૂમ અથવા હેલ્પ લાઇન નં.104 પર આ અંગે ફરજીયાત જાણ કરવાની તથા જરૂરી તમામ માહિતી પ્વાની રહેશે. વહીવટી તંત્રની સુચના અનુસાર હોમ કવોરંટાઇન પ્રોટોકોલ ચુસ્તપણે પાલન કરવાનું રહેશે જો તેમ કરવામા નહી આવે તો તેઓની ફરજીયાતપણે પોરબંદર જિલ્લાનાં કવોરંટાઇનમાં ખસેડીને એપિડેમીક ડીસીઝ Act-1897 ની જોગવાઇ મુજબ દંડનીય અને કાયદેરસની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. કોઇ વિસ્તાર ક્લસ્ટર કવોરંટાઇન જાહેર કરેલો હોય તેેેને પ્રોટોકોલનુ ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. અન્યથા જાહેરનામા ભંગ બદલ દંડ વસુલ કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.