ETV Bharat / state

પોરબંદરના નવ વર્ષિય માસુમ પિનાકની કિડનીનુ સરકારની યોજના હેઠળ વિનામૂલ્યે કરાયું ટ્રન્સપ્લાન્ટ

જન્મથી કિડનીની બિમારીથી પીડિત પોરબંદરના 9 વર્ષીય પિનાક થાનકીને સરકારની RBSK યોજાના હેઠળ સંદર્ભ કાર્ડ થકી વિનામૂલ્યે કિડની ટ્રન્સપ્લાન્ટ કરાતા થાનકી પરિવારના એકના એક સંતાનને નવુ જીવન મળ્યુ છે.

પોરબંદરના નવ વર્ષિય માસુમ પિનાકની કિડનીનુ સરકારની યોજના હેઠળ વિનામૂલ્યે કરાયું ટ્રન્સપ્લાન્ટ
પોરબંદરના નવ વર્ષિય માસુમ પિનાકની કિડનીનુ સરકારની યોજના હેઠળ વિનામૂલ્યે કરાયું ટ્રન્સપ્લાન્ટ
author img

By

Published : Jul 19, 2021, 10:19 PM IST

  • અંદાજે 20થી 25 લાખનું ઓપરેશન વિનામૂલ્યે થતા પરિવારે સરકાર અને ડોક્ટરનો માન્યો આભાર
  • બાળકના નાના હિંમતલાલ રાજ્યગુરુએ પોતાની એક કિડની ડોનેટ કરી બાળકને અપાવ્યું નવજીવન
  • પુત્રના સફળ ઓપરેશન બાદ વાલીએ બધાને કરી અપીલ

પોરબંદર: જન્મથી કિડની(kidney)ની બિમારીથી પીડિત 9 વર્ષીય પિનાક થાનકીને સરકારની RBSK યોજાના હેઠળ સંદર્ભ કાર્ડ થકી વિનામૂલ્યે કિડની ટ્રન્સપ્લાન્ટ (transplant)કરાતા થાનકી પરિવારના એકના એક સંતાનને નવુ જીવન મળ્યુ છે. ખાનગી હોસ્પિટલમાં અંદાજે 20થી 25 લાખનો ઓપરેશનનો ખર્ચ થાય પણ સરકારની આરબીએસકે (RBSK) યોજના હેઠળ સંદર્ભ કાર્ડ થકી પિનાકનું વિનામૂલ્યે ઓપરેશન થતા થાનકી પરિવારે સરકાર અને ડોકટર્સનો આભાર વ્યક્ત કર્યો હતો. ટ્રન્સપ્લાન્ટ (transplant) માટે બાળકના નાના હિંમતલાલ રાજ્યગુરુએ પોતાની કિડ(kidney)ની ડોનેટ કરીને પુત્રીના પરિવારને હસતો કર્યો છે.

સરકાર પીડિત પરિવારના પડખે રહી આર્થિક મદદ કરી હોસ્પિટલનો તમામ ખર્ચ ઉઠાવે છે

પરિવારનું ઘર નાનુ કે મોટુ હોવાથી માં-બાપનો પ્રેમ ઓછો નથી હોતો. દરેક સંતાન માતા-પિતાના સપના અને પોતાના ધ્યેયને પાર પાડવા મહેનત કરતા હોય છે. હદય, કેન્સર, કિડની(kidney) જેવી ગંભીર બિમારીના સમયે ઓપરેશન કરવા માટે લાખો રૂપીયા ખર્ચ થઇ જતા હોય ત્યારે 0થી 18 વર્ષના બાળકોને ગંભીર બિમારીના સમયે સરકાર પીડિત પરિવારના પડખે રહીને આર્થિક મદદ કરીને હોસ્પિટલનો તમામ ખર્ચ ઉઠાવે છે.

ઇન્ફેક્શન વધતા માત્ર 2 વર્ષની ઉંમરે એક કિડની કઢાવી પડી

પોરબંદર(porbandar)ના છાંયા ચોકી પાસે રહેતા અને ખાનગી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા રવિન્દ્રભાઇ થાનકી તથા કાજલબેનના નવ વર્ષિય પુત્ર પિનાકને જન્મજાત કિડની(kidney)ની બિમારી હતી. ઇન્ફેકશન વધતા માત્ર 2 વર્ષની ઉંમરે એક કિડની કઢાવી પડી હતી. ત્યારબાદ વર્ષ 2019માં પિનાકને ડેંગ્યુ તાવ આવતા તેની બીજી કિડનીમાં અસર થતા રવિન્દ્રભાઇએ પોરબંદર જિલ્લા આરોગ્ય વિભાગનો સંપર્ક સાધી મદદ માગી હતી.

સતત દોઢ વર્ષ ચાલુ રહી સારવાર

આ સંદર્ભે રવિન્દ્રભાઇએ કહ્યુ કે, RBSK ડોકટર્સની ટીમ સ્કૂલમાં વિધાર્થીઓના ચેકઅપ માટે આવતા હતા. ઘણી બધી ખાનગી હોસ્પિટલોમાં સુખદ પરિણામ ન આવતા મે સરકારી હોસ્પિટલ(government hospital)માં મારા પુત્રને લઇ જવાનું નક્કી કર્યુ. આ માટે જિલ્લા આરોગ્ય વિભાગની હૂફ અને આશ્વાસન મળ્યુ હતુ. સતત દોઢ વર્ષ સારવાર ચાલુ રહી. ત્યારબાદ અમદાવાદની ઇન્સ્ટીટ્યુટ ઓફ કિડની ડીસીઝ એન્ડ રીસર્સ સેન્ટર સિવિલ હોસ્પિટલ કેમ્પસ અમદાવાદ ખાતે મારા પુત્રનુ ઓપરેશન કરવા ડોકટર્સે જાણાવ્યું અને કહ્યુ કે, આ માટે તમારે એકપણ રૂપિયાનો ખર્ચ કરવો નહીં પડે. સરકારના સંદર્ભ કાર્ડ હેઠળ ઓપરેશન, દવા, સંપર્ણ વિનામૂલ્યે કરવામાં આવશે અને અંદાજે 20થી 25 લાખના ખર્ચનુ ઓપરેશન વિનામૂલ્યે થયુ.

પુત્રના સફળ ઓપરેશન બાદ વાલીએ બધાને કરી અપીલ

રવિન્દ્રભાઇ અને કાજલબહેને વધુમાં કહ્યુ કે, પ્રથમ અમે સરકારી હોસ્પિટલમાં જવા તૈયાર ન હતા, પણ પુત્રના સફળ ઓપરેશન બાદ અમે બધાને અપીલ કરીએ છે કે, 0થી 18 વર્ષના કોઇ બાળકને જન્મજાત બિમારી હોય તો RBSK સંદર્ભ કાર્ડ યોજના હેઠળ મળતી વિનામૂલ્યે સારવાર કરાવવી. RBSK ડો. ડિમ્પલ પડિયાએ કહ્યુ કે, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ RBSK યોજના હેઠળ ફિલ્ડ પર જઇને 0થી 18 વર્ષના જન્મજાત બિમારી ધરાવતા બાળકોની સારવાર અને તેનુ ફોલોઅપ લેવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.