પોરબંદરઃ પોરબંદર જિલ્લામાં ભારે વરસાદની આગાહીના ભાગરૂપે સરકાર દ્વારા પોરબંદર જિલ્લામાં રાહતની કામગીરી માટે NDRFની ટીમ ફાળવવામાં આવી છે. 3 ઇન્સ્પેકટર તથા 22 જવાનો મળી NDRFના કુલ 25 જવાનોની ટીમને પોરબંદર પોલીસ કોમ્યુનીટી હોલ ખાતે રહેવા જમવાની સુવિધા કરવામાં આવી છે.
વડોદરાથી આવેલી આ ટીમનાં તમામ સભ્યોનું મેડીકલ સ્ક્રિનીંગ તથા આરોગ્ય તપાસણી પણ કરવામાં આવી હતી. ભારે વરસાદના પગલે જિલ્લામાં કોઇ સંકટ ઉભુ થાય તો તેને પહોચી વળવા રાહત અને બચાવ કામગીરીના ભાગરૂપે સરકાર દ્વારા જરૂરી સાધનો સાથે NDRFના 25 જવાનોને પોરબંદર મોકલવામા આવ્યા છે.