ETV Bharat / state

ગુજરાત યોગ બોર્ડ દ્વારા સંચાલિત યોગ વર્ગના સંયુક્ત ઉપક્રમે નેચર થેરાપી સેમીનાર યોજાયો

કોરોના મહામારીના સમયમાં પોતાના સ્વાસ્થ્યની જાળવણી માટે લોકોમાં જાગૃતિ આવે એ હેતુથી પોરબંદરના કસ્તુરબા શૈક્ષણિક સંકુલ અને ગુજરાત યોગ બોર્ડ દ્વારા સંચાલિત યોગ વર્ગનાં સંયુક્ત ઉપક્રમે “નેચર થેરાપી “ સેમીનાર યોજાયો હતો.

નેચર થેરાપી સેમીનાર
નેચર થેરાપી સેમીનાર
author img

By

Published : Sep 24, 2020, 9:55 AM IST

પોરબંદર : કોરોના મહામારીના સમયમાં પોતાના સ્વાસ્થ્યની જાળવણી માટે લોકોમાં જાગૃતિ આવે એ હેતુથી પોરબંદરના કસ્તુરબા શૈક્ષણિક સંકુલ અને ગુજરાત યોગ બોર્ડ દ્વારા સંચાલિત યોગ વર્ગનાં સંયુક્ત ઉપક્રમે “નેચર થેરાપી “ સેમીનાર યોજાયો હતો. જેમાં વક્તા જીગ્નેશભાઈ છેલાવડાએ જણાવ્યું કે યોગ ,પ્રાણાયામ અને ધ્યાનની સાથે જો આહાર વિહાર પર પણ નિયંત્રણ રાખવામાં આવે તો સંપૂર્ણ સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી શકાય છે.

તેમણે આ અંગે વધુમાં જણાવતા કહ્યું કે, ગમે તેવા હઠીલા રોગોનું પણ નિવારણ યોગથી થઇ શકે છે. આ સેમીનારમાં જીવાભાઈ ખુંટીએ ગુજરત રાજ્ય યોગ બોર્ડના કાર્યો અને હેતુ અંગે માહિતી આપી હતી. જીગ્નેશભાઈ છેલાવડાએ યોગ કોચ જીવાભાઈ ખુંટી તથા યોગ ટ્રેનર વર્ષાબેન ગોસ્વામી અને દીપકભાઈનું આ તકે સન્માન કરાયુ હતું.

કાર્યક્રમને સફળ વાનાવવા માટે શાળાના આચાર્ય સાધનાબેન મોઢા, ટ્રસ્ટી અનિલભાઈ બપોદ્રા, સંચાલિકા કીર્તિદાબેન બાપોદરા તથા યોગ ટ્રેનર વર્ષાબેન ગોસ્વામી એ સરાહનીય કામગીરી કરી હતી. શાળાના ટ્રસ્ટી અનિલભાઈ બપોદારાએ જણાવ્યું કે, લોકોના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે ભવિષ્યમાં પણ આવા સેમીનાર શિબિર જેવા આયોજનો યોજાય તે માટે સહયોગ આપવાની પણ તૈયારી બતાવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.