ETV Bharat / state

પોરબંદરમાં સિંહ લાવશે સમૃદ્ધિ, કાયમી વસવાટ અંગે પ્રકૃતિપ્રેમીઓએ કરી રજુઆત

પોરબંદર વિસ્તારમાં આવેલ બરડા પંથકમાં(Barda in Porbandar area) એશિયાટિક લાયનની ડણક સાંભળવા મળશે. માધવપુરના જંગલ વિસ્તારમાંથી દરિયાઈ પટ્ટી પરથી પોરબંદર તરફ આવીને વસવાટ કરતા તેઓ અહીં અનુકૂલન સાધી શકે તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જેના કારણે પોરબંદરની કર્લી ગોસાબારા વેટ લેન્ડ કન્ઝર્વેટીવ સોસાયટી(Curly Gosabara vetland Conservation Society) દ્વારા જિલ્લા ફોરેસ્ટ અધિકારીને (District Forest Officer) પત્ર પાઠવી સિંહને પુનઃ વસવાટ કરવા અંગે રજૂઆત કરાઈ હતી.

પોરબંદરમાં સિંહ લાવશે સમૃદ્ધિ, કાયમી વસવાટ અંગે પ્રકૃતિપ્રેમીઓ કરી રજુઆત

author img

By

Published : Nov 30, 2022, 5:07 PM IST

પોરબંદર પ્રકૃતિપ્રેમીઓએ રજુઆત કરી છે. જેના કારણે બરડા પંથકમાં (Barda in Porbandar area)એશિયાટિક લાયનની ડણક સાંભળવા મળશે. બરડા નેશનલ પાર્ક(Barda National Park) બનાવવામાં આવે તો પ્રવાસન સહિતના ધમ ધમશે. પોરબંદર શહેરની બાજુમાં આવેલ ઓડદર અને રતનપરના કોસ્ટલ એરિયામાં સિંહ જોવા મળતા લોકોમાં ફફડાટ મચી ગયો છે. પરંતુ માધવપુરના જંગલ વિસ્તારમાંથી દરિયાઈ પટ્ટી પરથી પોરબંદર તરફ આવીને વસવાટ કરતા તેઓ અહીં અનુકૂલન સાધી શકે તેવું વાતાવરણ સર્જાયું છે. પોરબંદરની કર્લી ગોસાબારા વેટ લેન્ડ કન્ઝર્વેટીવ સોસાયટી (Curly Gosabara vetland Conservation Society)દ્વારા જિલ્લા ફોરેસ્ટ અધિકારીને (District Forest Officer) પત્ર પાઠવી સિંહને પુનઃ વસવાટ કરવા અંગે રજૂઆત કરાઈ હતી.

પોરબંદરમાં સિંહ લાવશે સમૃદ્ધિ, કાયમી વસવાટ અંગે પ્રકૃતિપ્રેમીઓ કરી રજુઆત

સિંહને રક્ષિત જંગલ વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી પોરબંદર નજીક ઓડદર અને રતનપર આસપાસના વિસ્તારમાં એક નર સિંહ દ્વારા પશુઓના મારણ કરવામાં આવ્યા હોય તેવા પુરાવા ઓ પણ મળ્યા છે. ત્યારે વર્ષો પહેલા પણ આ વિસ્તારમાં સિંહ રહેતા હોય આથી આ સિંહ પણ અનુકૂલન સાધી શકે તેવા પ્રયત્ન વન વીભાગ દ્વારા કરવામાં આવે તેવી રજુઆત કરતા કર્લી ગોસાબરા વેટ લેન્ડ સોસાયટીના આગેવાન રાજેશ જાડેજા એ જણાવ્યું હતું કે સિંહને રક્ષિત જંગલ વિસ્તારમાં વસવાટ કરવા દેવો જોઈએ. તથા સિંહના વસવાટ અંગે કોઈ પ્રોજેકટ હાથ ધરાવો જોઈએ જેમાં લોકોનો સહકાર પણ મળશે.

ઓળખ પ્રસ્થાપિ પક્ષી અભ્યારણ તરીકે જાણીતું પોરબંદર સિંહ તરીકે નવી ઓળખ પ્રસ્થાપિત કરશે. પોરબંદરમાં આસપાસ વેટ લેન્ડ વધુ છે આથી અહીં આનેક યાયાવર પક્ષીઓ આવે છે. ગોસાબારા વેટલેન્ડમાં મોટી સંખ્યામાં પક્ષીઓ જોવા મળે છે. આ ઉપરાંત એરપોર્ટ રેલવેલાઈન તથા સમુદ્રી માર્ગ સાથે જોડાયેલ ભારતનું એક માત્ર સ્થળ પોરબંદર છે. અહીં આવેલ સિંહને કાયમી પુનઃસ્થાપિત કરી સિંહ ને જોવા અનેક પ્રવાસીઓ પણ આવી શકે. સોમનાથ દ્વારકા જતા લોકોને પોરબંદરમાં સિંહ દર્શન કરી શકે. તે માટે બરડા નેશનલ પાર્ક પણ બની શકે તેમ છે. જેથી અનેક હોટેલ બિઝનેસ સાથે સંકળાયેલા લોકો સહિત પોરબંદર વાસીઓને આવકમાં વધારો થઈ શકે તેમ છે .આમ આ બાબતે રાજ્ય સરકારે વિચારી શકાય તેમ છે. તેમ રાજેશ જાડેજાએ જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.