પોરબંદરઃ વિશ્વભરમાં કોરોના વાઈરસની મહામારી ફેલાઇ છે. ત્યારે ભારતમાં લોકડાઉનના પગલે તમામ પ્રવાસન સ્થળો અને ધાર્મિક સ્થળો બંધ કરવામાં આવ્યા હતા. જ્યારે લાંબા સમય બાદ હવે 8 જૂને ધાર્મિક સ્થળો અને મંદિરો ખોલવાની કેન્દ્ર સરકારે છૂટ આપી છે. પરંતુ રાષ્ટ્રીય સ્મારકો ખોલવાની છૂટ આપી નથી. આથી ગાંધીજીનું જન્મસ્થળ કીર્તિ મંદિર આગામી 30 જૂન સુધી બંધ રહેશે અને રાષ્ટ્રીય સ્મારક અંગેની કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ તેથી મંદિરના ખોલવા અંગેની સૂચના મળતા જ પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવશે.
પરંતુ અહીં આવતા લોકો માટે ખાસ મહામારી ન ફેલાય તે માટે તકેદારીના નિયમો જેમાં સોશિયલ ડિસ્ટન્ટ અને સેનીટાઇઝરનો ઉપયોગ અહીં આવતા તમામ લોકોએ કરવાનો રહેશે તેવી સૂચનાઓ પણ પ્રાપ્ત થઈ છે.