પોરબંદર જિલ્લાના કુતિયાણામાં થોડા દિવસો પહેલા નગરપાલીકાના સભ્ય પર ફાયરીંગની ઘટના બની હતી. જેમાં હુમલાનો ભોગ બનનાર મુસ્લિમ સમાજના અસલમ ખોખરે મુસ્લિમ સમાજ પર હુમલો થયાનું નિવેદન મીડિયા સમક્ષ આપ્યું હતું. જેના પગલે આજે કુતિયાણાના સુન્ની મુસ્લીમ પિંજારા સમાજના આગેવાનોએ વખોડયું હતું અને આ અંગત મામલાના કારણે તેના પર ફાયરીંગ થયું છે તેમ જણાવ્યુ હતું. આથી અંગત બાબતને સમગ્ર મુસ્લિમ સમાજ સાથે જોડી કોમવાદ ન ફેલાવવા અને મુસ્લીમ સમાજને ખોટી રીતે બદનામ ન કરવા સમાજના આગેવાનોએ આવેદનપત્ર જૂનાગઢ રેન્જ આઈ.જી.ને આપ્યું હતું.
પોરબંદર જિલ્લાના કુતિયાણામાં થોડા દિવસો અગાઉ નગરપાલિકાના સભ્ય પર ફાયરીંગ થવાની ઘટના બની હતી. આ ઘટના બાદ ભોગ બનનાર પાલિકા સભ્ય અસલમ ખોખરેએ મીડિયા સમક્ષ ભડકાઉ નિવેદન આપ્યું હતુ. તેમને પોતાની ઉપર થયેલા હુમલાને સમગ્ર મુસ્લિમ સમાજ ઉપર હુમલો થયો હોવા સાથે સરખાવી દીધો હતો. તેમના આ નિવેદનના પગલે કુતિયાણામાં સંઘર્ષ થાય તેવી શક્યતાઓ જણાતા મુસ્લિમ સમાજના અન્ય આગેવાનોએ સમગ્ર ઘટના અંગે આજે આવેદનપત્ર પાઠવી કોમવાદ ન ફેલાવવા માટે અપીલ કરી છે. કુતિયાણાના સુન્ની મુસ્લિમ પિંજારા સમાજના આગેવાનોએ પાલિકા સભ્યના નિવેદનને વખોળીને તેમની અંગત બાબતમાં ફાયરીંગ થયું હોવાનું જણાવ્યુ છે. સભ્ય દ્વારા અંગત બાબતને સમગ્ર મુસ્લિમ સમાજ સાથે જોડી સમાજને ખોટી રીતે બદનામ કરવામાં આવી રહ્યો હોવાનું જણાવી જૂનાગઢ રેન્જ આઈ.જી.ને આવેદનપત્ર પાઠવ્યું હતુ.
મુસ્લિમ સમાજના આગેવાન હનિફભાઈએ મીડિયા સમક્ષ નિવેદન આપતા જણાવ્યુ હતુ કે કુતિયાણામાં નગરપાલિકા અને સત્તાધારી પક્ષ દ્વારા મુસ્લિમ સમાજ પ્રત્ચે કોઈ પણ જાતનો ભેદભાવ રાખવામાં આવતો નથી. ઉપરાંત વધુમાં તેમણે કહ્યું હતુ કે નગરપાલિકાના સભ્ય ઉપર થયેલ ફાયરીંગ એ તેમની અંગત બાબત છે, સમગ્ર મુસ્લિમ સમાજ સાથે આ ઘટનાને કોઈ પણ સંબંધ નથી.