પોરબંદર જિલ્લાના કુતિયાણા નગરપાલિકા અને રાણાવાવ નગરપાલિકાની ચૂંટણી 24 ઓગસ્ટના રોજ યોજવામાં આવી હતી. જેમાં રાણાવાવ નગરપાલિકામાં ૭ વોર્ડમાં ૨૮ સભ્યોમાંથી ૨૦ સભ્યો હાજર રહ્યા હતા. આ ચૂંટણીમાં રાણાવાવમાં પ્રમુખ તરીકે NCPના જીવી ઓડેદરા અને ઉપ-પ્રમુખ તરીકે રાજા પાંડાવદરા બિનહરીફ ચૂંટાયા હતા.
કુતિયાણા નગરપાલિકાની ચૂંટણીમાં 7 વોર્ડમાં કુલ 24 સભ્યોમાંથી ૨૦ સભ્યો હાજર રહ્યા હતા. જેમાં પ્રમુખ તરીકે ઢેલી ઓડેદરા અને ઉપ-પ્રમુખ તરીકે બાબુ ઓડેદરા ચૂંટાયા હતા. કોરોના વાઇરસની મહામારીના પગલે ચૂંટણીમાં હાજર તમામ લોકોએ સરકારી ગાઈડલાઇન્સનું પાલન કર્યું હતું. આ ઉપરાંત આ ચૂંટણી શાંતિપૂર્ણ યોજાઈ હતી.