- કોરોના મહામારીમાં પોઝિટિવ દર્દીઓ માટે રેમડેસીવર ઇન્જેક્શન જરૂરી
- પોરબંદર,જૂનાગઢ અને રાજકોટમાં આ ઇન્જેક્શનની વધુ જરૂરરિયાત
- સમયસર ઇન્જેક્શન ન મળતા અનેક દર્દીઓના મોત થઈ રહ્યા છે
પોરબંદરઃ કોરોના મહામારીમાં અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા છે અને આ વાઇરસ મહામારી વિરુદ્ધ લડવા માટે અનેક પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે, ત્યારે પોરબંદર, રાજકોટ અને જૂનાગઢ જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધી રહી છે તેની સામે દર્દીઓને આપવામાં આવતા ઇન્જેક્શન રેમડેસીવીરનો જથો ઓછો મળતો હોય તેવું ધ્યાને આવતા પોરબંદરના સાંસદ રમેશ ધડુકે રાજ્ય સરકારને આ ત્રણેય જિલ્લામાં રેમડેસીવીરનો જથ્થો વધુ માત્રામાં આપવા રજૂઆત કરી છે .
ઇન્જેક્શન ન મળવાના કારણે અનેક લોકો મરી રહ્યા છેપોરબંદરના સાંસદ રમેશ ધડુકે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખી જણાવ્યું હતું કે, સાંસદ રમેશ ધડુકના મત વિસ્તારના રાજકોટ, પોરબંદર અને જૂનાગઢ જિલ્લામાં કોરોના મહામારીને કારણે અનેક કોરોનાગ્રસ્ત દર્દીઓ રેમડેસીવીર ઇન્જેક્શન ન મળવાના કારણે સારવાર લઇ રહ્યા છે. જેમાં ઘણા ખરા દર્દીઓ આ ઇંજેક્શન સમયસર ઉપલબ્ધ ન હતા દર્દીઓની હાલત ખુબ જ ગંભીર બની છે. આવા કપરા સમયે ડોક્ટરની prescription પ્રમાણે આ ઇંજેક્શનનો જથ્થો સમયસર ઉપલબ્ધ રહેતો નથી. આ ત્રણેય જિલ્લામાં covid એડમિટ થયેલા દર્દીઓ ત્રણથી ચાર દિવસ સુધી ઇન્જેક્શનની જરૂરિયાત હોવા છતાં મળતા નથી. આ ઇન્જેક્શન મેળવવા માટે ત્રણેય જિલ્લાઓમાંથી દર્દીઓના પરિવારજનોની ટેલિફોનિક તેમજ દર્દીઓ સાથેની વાતચીત અને રૂબરૂ મુલાકાત લેતા ઇન્જેક્શનની અસર હોવાથી સિવિલ હોસ્પિટલ તેમજ હોસ્પિટલો દેખીતી રીતે જ જવાની તંગીનો સામનો કરી રહ્યા છે. ઇન્જેક્શન ન મળવાને કારણે દર્દીઓના મોત પણ થઈ રહ્યા છે. જેથી ઇન્જેક્શનનો જથ્થો વધુ મોકલવા સાંસદે મુખ્યપ્રધાનને રજૂઆત કરી છે.