પોરબંદર: જિલ્લામાં અત્યાર સુધી કોરોનાને કારણે કુલ 22 મોત થયા છે. જેમાં પોરબંદરના 14 અને પોરબંદરમાં અન્ય જિલ્લા અને રાજ્યના 8 કોરોના પોઝિટિવ દર્દીઓના મોત નિપજ્યા હતા. અત્યાર સુધીમાં પોરબંદર જિલ્લામાં 183 દર્દીઓએ કોરોનાને માત આપી સ્વસ્થ થયા છે .
પોરબંદરમાં કોરોનાના કુલ 97 સક્રિય કેસ છે. જેમાં પોરબંદર હોસ્પિટલમાં 34, કોવિડ સેન્ટર ખાતે 21 અને અન્ય જિલ્લા રાજ્યમાં 17 અને હોમ આઇસોલેશનમાં 23 અને પેન્ડિંગ 2 કેસ છે.
આ ઉપરાંત પોરબંદર જિલ્લાના 302 કેસમાં થઈ 4 કેસ ડુપ્લીકેટ છે. તેમ વહીવટી તંત્રએ જાહેર કરેલી માહિતીમાં જણાવ્યું હતું. જોકે ડુપ્લીકેટ કેસ એટલે શું તેની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી ન હતી. આ ઉપરાંત પોરબંદર જિલ્લામાં આવેલા પોઝિટિવ દર્દીઓની સ્થળ અને ઉંમર કે ઓળખ આપવામાં આવી નથી.