ETV Bharat / state

યાયાવર પક્ષીઓની પસંદગીનું સ્થળ મોકર સાગર વેટલેન્ડ, વનવિભાગ દ્વારા રખાઈ સુરક્ષા - porbandar news

પોરબંદર: પંછી નદિયાં પવન કે જોકે, કોઈ સરહદ ના ઇન્હે રોકે... આ શબ્દો ખરેખર સાચા જ છે. કારણ કે, દેશ-વિદેશમાંથી ઋતુઓના ફેરફાર પ્રમાણે કોઈપણ સરહદની જાણ વગર મુક્ત રીતે આકાશમાં ઉડતા પક્ષીઓ કોઈપણ સ્થળે અનુકૂલન સાધી વસવાટ કરે છે. દેશ-વિદેશમાંથી આવતા યાયાવર પક્ષીઓ માટે હવે પોરબંદર નજીક આવેલું મોકર સાગર પક્ષીઓના પસંદગીના સ્થળ બન્યું છે. ખાસ કરીને શિયાળાની ઋતુમાં વિદેશી પક્ષીઓ સહિત અન્ય રાજ્યમાંથી પણ અહીં પક્ષીઓ મોટી સંખ્યામાં આવે છે અને શાંત વાતાવરણનું આનંદ લઈ શિયાળાની ઋતુમાં અહીં વસવાટ કરે છે.

યાયાવર પક્ષીઓની પસંદગીનું સ્થળ મોકર સાગર વેટલેન્ડ
યાયાવર પક્ષીઓની પસંદગીનું સ્થળ મોકર સાગર વેટલેન્ડ
author img

By

Published : Jan 7, 2020, 10:29 PM IST

પોરબંદરની વાત કરીએ તો પોરબંદર આમ તો મહાત્મા ગાંધીજીના જન્મસ્થળ તરીકે ઓળખાય છે. પરંતુ પક્ષી નગર તરીકે પણ લોકોમાં અલગ છાપ ઉભી કરી છે કારણ કે પોરબંદરમાં અલગઅલગ સ્થળે 22 જેટલા વેટલેન્ડ આવેલા છે. જેમાં મોટી સંખ્યામાં દેશ-વિદેશના પક્ષીઓ આવી કલરવ કરતા હોય છે અને એ જોવાનો લ્હાવો અદભુત છે વિશેષમાં તો અહીં ફ્લેમિંગો વધુ પ્રમાણમાં જોવા મળે છે.

પોરબંદર નજીક આવેલા મોકર સાગર વેટલેન્ડ 100 ચોરસ કિલોમીટરથી વધુ વિસ્તારમાં ફેલાયેલું છે. મુખ્યત્વે અહીં ફ્લેમિંગો કુંજ સહિતના કુલ 261 પ્રજાતિના યાયાવર પક્ષીઓ જોવા મળે છે. જેમાં પેણ, બતક અને કાદવ કીચડ ખૂંદનારા પક્ષીઓ મુખ્ય છે.

યાયાવર પક્ષીઓની પસંદગીનું સ્થળ મોકર સાગર વેટલેન્ડ

મોટી સંખ્યામાં પક્ષીઓ આવતા હોવાના કારણે પક્ષી પ્રેમીઓ પણ આનંદિત થાય છે અને મોકર સાગર વિસ્તારને વેટલેન્ડ જાહેર કરવા અંગે માગ કરી રહ્યા છે. પક્ષીપ્રેમીઓ દ્વારા છેલ્લા ચાર વર્ષથી આ જળ પ્લાવિત ક્ષેત્ર અને સુરક્ષિત કરવા માગ કરી રહ્યા છે અને આ માટે મોકર સાગર વેટલેન્ડ કમિટી બનાવવામાં આવી છે. મોકર સાગર કમિટીના અથાગ પ્રયત્નોથી માર્ચ 2017માં મોકર સાગરને ઈમ્પોર્ટન્ટ બર્ડ એરિયા તરીકે જાહેર કરવામાં આવ્યું છે.

મોકલ સાગર કન્ઝર્વેશન કમિટી છેલ્લા ચાર વર્ષથી સક્રિય છે. આ સંસ્થાના મુખ્ય કાર્ય દર વર્ષે શિયાળામાં પક્ષીઓની ગણતરી કરવી અને આસપાસના વિસ્તારોમાં જન જાગૃતિ ફેલાવવાનું કાર્ય કરે છે. મોકર છેલ્લા છ વર્ષથી ફ્લેમિંગો ડાન્સ એટલે કે પિન્ક સેલિબ્રેશનનું પણ આયોજન કરે છે. જેમાં મોટી સંખ્યામાં દેશ-વિદેશથી લોકો અને પક્ષીપ્રેમીઓ આવી ફ્લેમિંગોનો અદભુત નજારો જુએ છે અને માણે છે.

મોકર સાગરમાં વધુ પ્રમાણમાં પક્ષીઓ આવવાના કારણે અહીં શિકારીઓનો પણ પક્ષીઓને ભય રહે છે. આથી પોરબંદર વનવિભાગ દ્વારા ખાસ પેટ્રોલિંગ કરવામાં આવે છે અને વનવિભાગ દ્વારા અમુક અંતરે વનવિભાગના કર્મચારીઓ ગોઠવેલા હોય છે. જેનાથી કોઈ શિકારી પ્રવૃત્તિ થતી હોય તો શિકારીઓને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

તેમજ વનવિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા પણ મોકર સાગરની આસપાસ વસતા લોકોમાં જનજાગૃતિ આવે અને પક્ષીઓને કોઈ પ્રકારનું રંજાડ ન થાય તે માટે જાગૃતિ અભિયાન પણ યોજવામાં આવે છે.

Intro:યાયાવર પક્ષીઓ માટે પસંદિત સ્થળ બન્યું મોકર સાગર વેટલેન્ડ : વનવિભાગ દ્વારા રખાઈ છે સુરક્ષા

પંછી નદિયાં પવનકે જોકે કોઈ સરહદ ના ઇનહે રોકે સરહદે ઈન્સાન કે લીયે હૈ આ શબ્દો ખરેખર સાચા જ છે કારણકે દેશ-વિદેશમાંથી ઋતુઓના ફેરફાર પ્રમાણે કોઈ પણ સરહદ ની જાણ વગર મુક્ત રીતે આકાશમાં ઉડતા પક્ષીઓ કોઈપણ સ્થળે અનુકૂલન સાધી વસવાટ કરે છે દેશ વિદેશમાંથી આવતા યાયાવર પક્ષીઓ માટે હવે પોરબંદર નજીક આવેલું મોકર સાગર પસંદગીના સ્થળ બન્યો છે ખાસ કરીને શિયાળાની ઋતુમાં વિદેશી પક્ષીઓ સહિત અન્ય રાજ્યમાંથી પણ અહીં પક્ષીઓ મોટી સંખ્યામાં આવે છે અને શાંત વાતાવરણનું આનંદ લઈ શિયાળાની ઋતુમાં અહીં વસવાટ કરે છે તો પોરબંદર ની વાત કરીએ તો પોરબંદર આમ તો મહાત્મા ગાંધીજીના જન્મસ્થળ તરીકે ઓળખાય છે પરંતુ પક્ષી નગર તરીકે પણ લોકોમાં અલગ છાપ ઉભી કરી છે કારણ કે પોરબંદરમાં અલગ અલગ સ્થળે ૨૨ જેટલા વેટલેન્ડ આવેલા છે જેમાં મોટી સંખ્યામાં દેશ વિદેશના પક્ષીઓ આવી કલરવ કરતા હોય છે અને એ જોવાનો લાહવો અદભુત છે વિશેષમાં તો અહીં ફ્લેમિંગો વધુ પ્રમાણમાં જોવા મળે છે

Body:પોરબંદર નજીક આવેલ મોકર સાગર વેટલેન્ડ 100 ચોરસ કિલોમીટરથી વધુ વિસ્તારમાં ફેલાયેલું છે મુખ્યત્વે અહીં ફ્લેમિંગો કુંજ સહિતના કુલ 261 પ્રજાતિના યાયાવર પક્ષીઓ જોવા મળે છે જેમાં પેણ, બતક અને કાદવ કીચડ ખૂંદનારા પક્ષીઓ મુખ્ય છે

મોટી સંખ્યામાં પક્ષીઓ આવતા હોવાના કારણે પક્ષી પ્રેમીઓ પણ આનંદિત થાય છે અને મોકર સાગર વિસ્તારને વેટલેન્ડ જાહેર કરવા અંગે માંગ કરી રહ્યા છે પક્ષીપ્રેમીઓ દ્વારા છેલ્લા ચાર વર્ષથી આ જળ પ્લાવિત ક્ષેત્ર અને સુરક્ષિત કરવા માંગ કરી રહ્યા છે અને આ માટે મોકર સાગર વેટલેન્ડ કમિટી બનાવવામાં આવી છે મોકલ સાગર કમિટીના અથાગ પ્રયત્નોથી માર્ચ 2017 માં મોકલ સાગરને ઈમ્પોર્ટન્ટ બર્ડ એરિયા તરીકે જાહેર કરવામાં આવ્યું છે

મોકલ સાગર કન્ઝર્વેશન કમિટી છેલ્લા ચાર વર્ષથી સક્રિય છે આ સંસ્થાના મુખ્ય કાર્ય દર વર્ષે શિયાળામાં પક્ષીઓની ગણતરી કરવી અને આસપાસના વિસ્તારોમાં જન જાગૃતિ ફેલાવવાનું કાર્ય કરે છે મોકલ છેલ્લા છ વર્ષથી ફ્લેમિંગો ડાન્સ એટલે કે પિંક સેલિબ્રેશન નું પણ આયોજન કરે છે જેમાં મોટી સંખ્યામાં દેશ-વિદેશથી લોકો અને પક્ષીપ્રેમીઓ આવી ફ્લેમિંગો નો અદભુત નજારો જોવે છે અને માણે છે

Conclusion:મોકર સાગરમાં વધુ પ્રમાણમાં પક્ષીઓ આવવાના કારણે અહીં શિકારીઓનો પણ પક્ષીઓને ભય રહે છે આથી પોરબંદર વનવિભાગ દ્વારા ખાસ પેટ્રોલિંગ કરવામાં આવે છે અને વનવિભાગ દ્વારા અમુક અંતરે વનવિભાગના કર્મચારીઓ ગોઠવેલા હોય છે જેનાથી કોઈ શિકારી પ્રવૃત્તિ થતી હોય તો શિકારીઓને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવ્યો છે અને વનવિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા પણ મોકર સાગર ની આસપાસ વસતા લોકોમાં જનજાગૃતિ આવે અને પક્ષીઓને કોઈ પ્રકારનું રંજાડ ન થાય તે માટે જાગૃતિ અભિયાન પણ યોજવામાં આવે છે

બાઈટ જે બી ગઢવી ( આર એફ ઓ )

બાઈટ મહેન્દ્ર ચૌહાણ (ફોરેસ્ટર)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.