- પોરબંદર જિલ્લાના રાણાવાવ ખાતે ટીબીના આધુનિક મશીનનું લોકાર્પણ કરાયું
- જિલ્લા પંચાયતના પ્રમુખ અને કલેક્ટર સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ
- રાણાવાવ ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્રની લેબમાં મશીનનું લોકાર્પણ કરાયું
- મશીન ટેકનોલોજી દ્વારા ટીબીના ઝડપી નિદાન માટેના ફાયદા જણાવાયા
પોરબંદરઃ આ લોકાર્પણ વિધિના અઘ્યક્ષ સ્થાનેથી જિલ્લા કલેકટર તેમ જ જિલ્લા પંચાયતનાં પ્રમુખ દ્વારા શુભકામના પાઠવી આ સુવિધાથી દર્દીઓને ઝડપી નિદાનની સગવડતા મળશે તેમ જણાવ્યું હતું. આ સાથે આ મશીન ટેકનોલોજી દ્વારા ટીબીના ઝડપી નિદાન માટેના ફાયદા જણાવવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમમાં આમંત્રિત મહાનુભાવો દ્વારા પ્રાસંગિક પ્રવચન આપી સામૂહિક આરોગ્ય કેન્દ્ર રાણાવાવ ખાતેની લેબમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
પોરબંદરને ટીબીમુક્ત કરવા ટ્રૂનાટ મશીનનું લોકાર્પણ કરાયું મશીન ટેકનોલોજીની જાણકારી એપ્લિકેશન મેનેજર અને જિલ્લા ક્ષય અધિકારી દ્વારા આપવામાં આવી આ મશીન ટેકનોલોજીની જાણકારી એપ્લિકેશન મેનેજર પ્રદિપ પુરોહિત અને જિલ્લા ક્ષય અધિકારી ડો. સીમા પોપટિયા દ્વારા આપવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમ માટે જિલ્લા ક્ષય કેન્દ્ર પોરબંદર અને જિલ્લા ક્ષય અધિકારી ડો. સીમાબેન પોપટિયાએ સંકલન કર્યું હતું. આભાર વિધિ સામૂહિક આરોગ્ય કેન્દ્ર રાણાવાવનાં અધિક્ષક ડો મહેતા દ્વારા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર ડી. એન. મોદી, જિલ્લા વિકાસ અધિકારી અડવાણી, જિલ્લા પંચાયતના પ્રમુખ નિલેશ મોરી, તાલુકા પંચાયત પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ રાણાવાવ, સીડીએચઓ મેડમ, જિલ્લા ક્ષય કેન્દ્ર અધિકારી અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર રાણાવાવના અધિક્ષક ડો. મહેતા સહિત રાણાવાવ તાલુકાના આશાવર્કર બહેનો, સંકલિત બાળ વિકાસ શાખાના સ્ટાફ અને પત્રકાર મિત્રો સહિત નગરના આગેવાનો અને તમામ નગરજનોની ઉપસ્થિતિ રહી હતી.પોરબંદરને ટીબીમુક્ત કરવા ટ્રૂનાટ મશીનનું લોકાર્પણ કરાયું