ETV Bharat / state

પોરબંદર પોલીસે જાવર વિસ્તારમાં થયેલી મોબાઇલ ચોરીનો ભેદ ઉકેલ્યો - latest news of gujarat

પોરબંદર: પોરબંદર જિલ્લાના જાવર વિસ્તારમાં થયેલ મોબાઇલ ચોરીનો ભેદ ઉકેલવામાં પોરબંદર પોલીસને સફળતા મળી છે. એલ.સી.બી. સ્ટાફની પેટ્રોલિંગની કામગીરી દરમિયાન બાતમીને આધારે મળેલ ચોકકસ હકીકતના આધારે આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા.

પોરબંદર
જાવર વિસ્તારમાં થયેલ મોબાઇલ ચોરીનો ભેદ ઉકેલતી પોરબંદર પોલીસ
author img

By

Published : Jan 7, 2020, 3:18 PM IST

પોરબંદર જાવર વિસ્તારમાં છેલ્લા એક મહિનામાં થયેલ મોબાઇલ ચોરીનો ભેદ ઉકેલવામાં પોરબંદર પોલીસને સફળતા મળી છે. જૂનાગઢ રેન્જ ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા પોરબંદર પોલીસ અધિકારી પાર્થરાજસિંહ ગોહિલની સુચના તેમજના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફની પેટ્રોલિંગની કામગીરી દરમિયાન આરોપીઓની ઉંડાણપુર્વક પૂછપરછ કરતા આરોપીઓ ભાંગી પડ્યા હતા અને આજથી એકાદ મહિના પહેલા જાવર ગામના અલગ અલગ જગ્યાએથી મોબાઇલ ફોન ચોરી કરેલાની કબુલાત આપી હતી. જેથી એક મહિનામાં થયેલ મોબાઇલ ફોન ચોરીઓના ભેદ ઉકેલાઇ ગયા છે. આ સમગ્ર કામગીરીમાં LCB સ્ટાફના રમેશભાઇ જાદવ, બટુકબાઇ વિંઝુડા, રામભાઇ ડાકી, રવિન્દ્રભાઇ ચાઉ, રણજીતસિહ દયાતર, ગોવિંદભાઇ મકવાણા, કાનાભાઇ ઓડેદરા, મહેશભાઇ શિયાળ, સલીમભાઇ પઠાણ, દિલીપભાઇ મોઢવાડીયા, વગેરેએ ભારે જહેમત ઉઠાવેલ હતી.

Intro:

પોરબંદર જાવર વિસ્તારમા થયેલ મોબાઇલ ચોરીનો ભેદ ઉકેલતી પોરબંદર પોલીસ

જીલ્લામાં બનતા મિલ્કત સબંધી ગુન્હાઓ બનતા અટકાવવા તથા વણશોધાયેલ મિલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા જૂનાગઢ રેન્જ ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા પોરબંદર પોલીસ અધિકારી પાર્થરાજસિંહ ગોહિલ ની સુચના તેમજ ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન HC બટુકભાઇ વિઝુંડા તથા સલીમભાઇ પઠાણ ને મળેલ ચોકકસ હકીકતના આધારે પોરબંદર સુભાષનગર રીક્ષા બસ સ્ટેન્ડ પાણીના ટાંકા પાસેથી આરોપી (૧) શકીલ ઉર્ફે મુલો રજાકભાઇ મકરાણી ઉ.વ.૨૦ રહે.તકીયા પહેલા છાંયા એપાર્ટમેન્ટ પોરબંદર તથા નં(૨) સાજીદ ઉર્ફે સાજલો મહમદ સુમરા ઉ.વ.૨૩ રહે. વિરડીપ્લોટ રહેમાની મસ્જીદ પાસે પોરબંદરવાળાને પકડી પાડેલ અને મજકુરોની અંગ ઝડતી કરતા તેઓની પાસેથી શકપડતા મોબાઇલ ફોન નંગ-૭ મળી આવેલ જેમા મોબાઇલ ફોન (૧) ઓપો A5S કંપનીનો કાળા કલરનો ફોન-૧, કિ.રૂ.૩૦૦૦/- (૨) ઓપો A5S કંપનીનો લાલ કલરનો મોબાઇલ ફોન-૧ કિ.રૂ.૩૦૦૦/- (૩) વીવો Y91 કંપનીનો મોડલ નં. 1816 બ્લુ કલરનો મોબાઇલ ફોન-૧ કિ.રૂ.૩૦૦૦/- (૪) સેમસંગ જે-૨ ગોલ્ડન કલરનો મોબાઇલ ફોન-૧ કિ.રૂ.૫૦૦/- (૫) વીવો Y51L કંપનીનો સફેદ કલરનો મોબાઇલ ફોન-૧ કિ.રૂ.૧૦૦૦/- (૬) સેમસંગ કંપનીનો મોડલ નં.GTI૯૩૦૦I કાળા કલરનો મોબાઇલ ફોન-૧ કિ.રૂ.૫૦૦/- (૭) વીવો 1812 કંપનીનો કાળા કલરનો મોબાઇલ ફોન-૧ કિ.રૂ.૩૦૦૦/- નો મુદ્દામાલ રિકવર કરેલ છે.
આરોપી ઓ નામ *પોકેટકોપ* માં સર્ચ કરાવતા નં.(૧) સને-૨૦૧૯ માં કમલાબાગ પો.સ્ટે. ગુર.નં. I ૯૬/૨૦૧૯ IPC કલમ-૩૮૦, ૪૫૪, ૪૫૭ માં પકડાયેલ હતો જેથી આરોપીઓની ઉંડાણપુર્વક પૂછપરછ કરતા ભાંગી પડેલ અને આજથી એકાદ મહીના પહેલા જાવર ગામના અલગ અલગ જગ્યાએથી મોબાઇલ ફોન ચોરી કરેલાની કબુલાત આપેલ. જેથી એક માસમા થયેલ મોબાઇલ ફોન ચોરીઓના ભેદ ઉકેલાઇ ગયેલ છે.

આ સમગ્ર કામગીરીમા LCB સ્ટાફના રમેશભાઇ જાદવ, બટુકબાઇ વિંઝુડા, રામભાઇ ડાકી, રવિન્દ્રભાઇ ચાઉ, રણજીતસિહ દયાતર, ગોવિંદભાઇ મકવાણા, કાનાભાઇ ઓડેદરા, મહેશભાઇ શિયાળ, સલીમભાઇ પઠાણ, દિલીપભાઇ મોઢવાડીયા, વિગેરેએ ભારે જહેમત ઉઠાવેલ હતી.Body:.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.