ETV Bharat / state

પોરબંદર જિલ્લા NSUI બેઠકમાં યુનિવર્સિટિની પરીક્ષાના આયોજનનો વિરોધ

author img

By

Published : Aug 16, 2020, 10:56 PM IST

રવિવારે પોરબંદર જિલ્લા NSUIની કારોબારી બેઠક યોજાઇ હતી, જેમાં કોવીડ-19ની મહામારી દરમિયાન યુનિવર્સિટીઓ દ્વારા વિદ્યાર્થીઓની પરીક્ષાના આયોજનને લઇને કરવામાં આવેલા નિર્ણયને NSUI દ્વારા વખોડવામાં આવ્યો હતો. રોગચાળાની પરિસ્થિતિ વચ્ચે પરીક્ષા લઇને વિદ્યાર્થીઓનું ભવિષ્ય યુનિવર્સિટી જોખમમાં મૂકે છે તેવા NSUIએ આક્ષેપ કર્યા હતા.

પોરબંદર જિલ્લા NSUI બેઠકમાં પરીક્ષાઓના આયોજનનો વિરોધ

પોરબંદર: જિલ્લા NSUIની કારોબારી બેઠકમાં સભ્યો દ્વારા કોરોના મહામારીના સમયમાં યુનિવર્સિટી દ્વારા જે રીતે પરીક્ષાઓનું આયોજન કરવામાં આવ્યું છે તેને લઈને તેમજ રાજ્યમાં શિક્ષણની પરિસ્થિતિને લઇને ચર્ચા કરવામાં આવી હતી.

તમામ શાળાઓમાં શિક્ષણ કાર્ય છેલ્લા કેટલાય સમયથી બંધ છે. ત્યારે અત્યારે શાળાઓ ફી માંગી વાલીઓને હેરાન કરી રહી છે. સરકાર પણ વાલીઓ માથે ફીનું ભારણ નાખી ખાનગી શાળાઓના સત્તાધીશોને છાવરવાનું કામ કરી રહી છે. હાલ 5 મહિનાથી સમગ્ર દેશમાં કોરોના મહામારી ચાલી રહી છે જેથી લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે, ધંધાઓ ઠપ્પ થઇ ગયા છે ત્યારે વાલીઓ કઇ રીતે શાળાની એટલી મોટી મોટી ફી ભરે તે પણ એક પ્રશ્ન છે.

યુનિવર્સિટીની પરીક્ષાઓને લઇને પણ વિદ્યાર્થીઓમાં વિરોધ જોવા મળી રહ્યો છે, બીજી બાજુ સરકાર યુવાન બેરોજગારોના ભવિષ્ય સાથે પણ રમી રહી છે, સરકારી ભરતી છેલ્લા કેટલા સમયથી બંધ કરી દીધી છે તેમજ નવી પરીક્ષાઓની તારીખ પણ જાહેર કરતી નથી વગેરે જેવા મુદ્દે NSUI પ્રદેશ પ્રમુખ મહિપાલસિહ ગઢવીએ સરકારને વખોડી હતી.

સરકાર દ્વારા જે નવી શિક્ષણ નીતિ બહાર પડાઇ છે તે 34 વર્ષ પછી બદલવામાં આવી છે, સરકાર અત્યારે યુનિવર્સિટીને નિર્ણય લેવાની સ્વતંત્રતા છીનવી લેવાનો કારસો ઘડી રહી છે, સરકારે ફક્ત પોતાના મળતિયાઓને ફાયદો કરાવી ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર કરવાનો રસ્તો પહોળો કરી દીધો છે જેવા અનેક આક્ષેપો તેમણે કર્યા હતા.

અર્જુનભાઇ મોઢવાડિયાએ આગામી બેઠકમાં જણાવ્યું હતું કે, આગામી સમય હવે યુવાનોનો જ છે. વધુમાં વધુ યુવાનો સંગઠન સાથે અને પક્ષની વિચારધારા સાથે જોડાવું જોઈએ, આગામી તાલુકા/ જિલ્લા અને નગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે વધુને વધુ યુવાનોએ આગળ આવી પક્ષની આગેવાની કરવાની જરૂર છે.

આ સાથે જ કારોબારી બેઠકમાં નવા હોદ્દેદારોની નિમણૂક પણ કરાઇ હતી. જેમાં પ્રદેશ પ્રમુખ મહિપાલસિહ ગઢવી હસ્તક બધાને નિમણૂક પત્રો અપાયા હતા. કુણાલ રજવાડીને પોરબંદર જિલ્લા NSUIના મંત્રી તરીકે તેમજ સુરજ રેણુકા, જયમિત જોષી અને જેસલ જાડેજાને પોરબંદર NSUI ના સોશીયલ મીડિયા કો- ઓર્ડીનેટર તરીકે નિમણૂક અપાઇ હતી.

બેઠકમાં વરિષ્ઠ આગેવાન સામતભાઈ ઓડેદરા, ગુજરાત પ્રદેશ NSUI ઉપપ્રમુખ તીર્થરાજ બાપોદરા, જિલ્લા NSUI પ્રમુખ કિશન રાઠોડ, યુવક પ્રમુખ ધર્મેશ પરમાર તેમજ જિલ્લા NSUI ના હોદેદોરો ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.