પોરબંદર: શહેરમાં વિચરતી અને વિમુક્ત જાતિઓ માટેની યોજનાઓ અંગેની જાણકારી તથા લાભ કેવી રીતે મેળવવા, તે અંગે વિચરતી અને વિમુક્ત જાતિ નિગમના અધ્યક્ષ લક્ષ્મણભાઈ પટણીએ વિલા સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજી હતી. આ બેઠકમાં પોરબંદર જિલ્લાની વિચરતી અને વિમુક્ત જાતિના આગેવાનો અને પ્રમુખો ઉપસ્થિત રહ્યાં હતા અને તમામ લોકોએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતાં.
પોરબંદરમાં ગત 54 દિવસથી ચાલનારા માલધારી સમાજના ઉપવાસ આંદોલન અંગે તેમણે જણાવ્યું હતું કે, મુખ્યપ્રધાન અને ગૃહપ્રધાન આ અંગે નિર્ણય લઈ શકે છે. આ ઉપરાંત પોરબંદરમાં 2012થી ખાપટ ખાતે 2,400 જેટલા આવાસ યોજનાનાં મકાનો હજૂ સુધી આપવામાં આવ્યા નથી. આ અંગે તેમણે જણાવ્યું હતું કે, ઓછા લોકોએ ફોર્મ ભર્યા છે. આ પ્રસંગે સમાજ કલ્યાણ અધિકારી ડોબરીયા સહિત તમામ વિચતરતી અને વિમુક્ત જાતીના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.