પોરબંદર : આગામી તારીખ 1 /06/2022 થી 31/07/2022 સુધી સમુદ્રમાં પ્રાદેશિક જળવિસ્તારની બહાર EEZ માં યાંત્રિક બોટ દ્વારા થતી માછીમારી પર પ્રતિબંધ (Mechanical Boat Fishing Banned) મુકવામાં આવ્યો છે. ભારત સરકારના મત્સ્ય ઉદ્યોગ અને પશુપાલન ડેરી મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ હુકમ અનુસાર પોરબંદર મદદનીશ મત્સ્ય ઉદ્યોગ કચેરી (Porbandar Assistant Fisheries Office)દ્વારા માછીમારોને જાણ કરાવામાં આવી છે.
માછીમારી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો : નોન મોટરાઈઝડ ક્રાફટ (લાકડાની બિન યાંત્રિક લાકડા હોડી અને સઢવાળી હોડી) અને પગડીયા માછીમારોને એક મહિના સુધી પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. નિયમનો ભંગ કરનારને ગુજરાત મત્સ્યઉદ્યોગ કાયદો 2003ની કલમ 6(1)ટ ના ભંગ બદલ 21 (1)ય મુજબ દંડને પાત્ર થશે તેમ પોરબંદર મદદનીશ મત્સ્યોદ્યોગ કચેરી દ્વારા માછીમારોને પાઠવાયેલ પરિપત્રમાં જણાવાયું હતુ.
આ પણ વાંચો: પોરબંદરને મળી મોટી ભેટ, આજથી સુવિધાનો કરવામાં આવ્યો શુભારંભ