ETV Bharat / state

પોરબંદર જિલ્લામાં માસ્ક પહેરવું ફરજીયાત, નહીં તો દંડ - coronavirus news

કોરોના વાઇરસના સંક્રમણને પોરબંદર જિલ્લામાં ફેલાતો અટકાવવા માટે જિલ્લાતંત્ર ગંભીરતાથી કામ કરી રહ્યું છે. સરકાર દ્રારા ૩ મે સુધી લોકડાઉન લંબાવાયું છે. જેથી લોકડાઉનના સમયગાળા દરમિયાન જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓ લોકોને મળી રહે તે સરકાર દ્રારા સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.

Etv Bharat
mask
author img

By

Published : Apr 26, 2020, 11:23 PM IST

પોરબંદરઃ જિલ્લા મેજીસ્ટ્રેટ પોરબંદર દ્રારા The EPIDEMIC DISEASES Act, 1897 અને Gujarat Epidemic Diseases COVID-19 Regulations, 2020ની જોગવાઇ હેઠળ માસ્ક પહેરવા હુકમ કરવામાં આવેલ છે. તમામ વ્યક્તિઓએ જાહેર જગ્યાએ માસ્ક પહેરવો ફરજીયાત છે. વ્યક્તિએ પોતાનો ચહેરા પર મોં અને નાકને કવર થાય તે રીતે માસ્ક કે હાથ રૂમાલ કે લૂઝ કપડાને યોગ્ય રીતે બાંધવાનું રહેશે. આ હુકમનો ભંગ કરનારને IPC ની કલમ 188 તળે તથા The Epidemic Diseases Act.1897 ને આધિન પ્રથમ વખતના રૂ. 200 તથા તે કરતાં વધુ વખત ધ્યાને આવે તો રૂ 500નો દંડ વ્યક્તિ પાસેથી વસુલ કરવામાં આવશે.

પોરબંદર જિલ્લામાં આવેલ મેડિકલ સ્ટોર પૈકી કુલ-145 મેડિકલ સ્ટોર પર કામ કરતાં કુલ 378 વ્યક્તિઓની આરોગ્ય વિભાગ દ્રારા ચકાસણી કરવામાં આવી છે. જે તમામના રિપોર્ટ તંદુરસ્ત આવેલ છે. હાલ સુધીમાં શંકાસ્પદ વ્યક્તિઓનાં લેવામાં આવેલ 285 સેમ્પલ નેગેટિવ આવેલા છે. પોરબંદર જિલ્લામાં ત્રણ કેસ પોઝિટિવ આવ્યાં હતાં, તેઓ સારવાર દરમ્યાન સંપૂર્ણ સ્વસ્થ થઇ જતા અને તેઓના રિપોર્ટ પણ નેગેટિવ આવતા પોરબંદર જિલ્લામાં હાલ એક પણ કેસ પોઝિટિવ નથી.

આટલી દુકાનો રહેશે ખુલ્લી

આથી અત્રેના જિલ્લામાં લોકડાઉન દરમિયાન જિલ્લામાં જીવન જરૂરીયાતની વસ્તુઓ, દુકાનો અને સેવાઓ ચાલુ રાખવામાં આવે છે. જેમાં કરીયાણાની દુકાનો, મેડિકલની દુકાનો, શાકભાજી, દૂધ, પત્રકાર, એફ.સી.એસ.વ્યાજબી ભાવની દુકાનોમાં કામ કરતા લોકો દિવસ દરમિયાન જુદા જુદા લોકોને સંપર્કમાં આવતા હોવાથી તેઓનું સ્ક્રિનીંગ મેડીકલ ટીમ મારફતે કરવા કલેકટરની સુચના મુજબ નિવાસી અધિક કલેકટર દ્રારા ટીમની રચના કરી આદેશ કરવામાં આવે છે. જે આદેશાનુસાર ટીમ દ્રારા કૂલ 342 દુકાનોમાં કામ કરતા કૂલ 860 વ્યક્તિઓના સ્ક્રિંનીંગ કરવામાં આવેલા છે. જે તમામના રિપોર્ટ તંદુરસ્ત આવેલા છે.

ડોર ટુ ડોર સર્વે

જિલ્લા ક્વોરન્ટાઇન ખાતે કૂલ 640 વ્યક્તિ પૈકી 612 વ્યક્તિઓને ડિસ્ચાર્જ કરેલ છે. હાલ 28 વ્યક્તિઓ ચકાસણી હેઠળ છે. હોમ ક્વોરન્ટાઇનમાં કૂલ 1564 વ્યક્તિઓ ચકાસણી હેઠળ રખાયા છે. તે પૈકી 1061 વ્યક્તિઓનું હોમ ક્વોરન્ટાઇન પૂર્ણ થયેલ છે.

પોરબંદરના જુદા જુદા એન્ટ્રી પોઇન્ટ ઉપર કૂલ 36,118 વ્યક્તિઓની સ્ક્રીનીંગ કરાઇ છે. જિલ્લામાં ડોર ટુ ડોર સર્વે કરવા જુદી જુદી ટીમો કાર્યરત છે. આ ટીમો દ્રારા 6.21 લાખથી વધુ વ્યક્તિઓનો ઘરે ઘરે જઇને સર્વે કર્યો છે. જ્યારે બીજા રાઉન્ડમાં 5.60 લાખથી વધુ લોકોનો સર્વે કરાયો છે.

નોવેલ કોરોના વાઇરસના સંદર્ભમાં સારવાર માટેની ક્ષમતા ધરાવતા આઇસોલેશન વોર્ડ તૈયાર રાખવામાં આવેલા છે. હાલમાં સિવિલ હોસ્પિટલ અને મોરારજી ખેરાજ ઠકરાર ઓર્થોપેડીક હોસ્પિટલ પર આઇસોલેશન સ્થળ જાહેર કરેલ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.