પરણીતાએ તેમના પતિ વિરૂદ્ધ નામદાર કોર્ટમાં ભરણ પોષણનો દાવો કર્યો હતો. આ પરણીતા કેસ શહેરના છાયા વિસ્તારમાં રહેતો વકીલ ભરત ગોવિંદ શીંગરખિયા ઝઘડતો હતો. વકીલે પરિણીતાને ન્યાય અપાવીશ એવુ કહી પરિણીતા સાથે સતત ફોન પર તથા રૂબરૂ કોન્ટેકમાં રહી પરણિતાને વિશ્વાસમાં લીધી હતી. પરિણીતાના ઘરે તથા દ્વારકા, જેતપુર, દીવ વગેરે હોટલોમાં લઇ જઇ પરિણીતાની ઇચ્છા વિરૂદ્ધ તેની સાથે અવાર નવાર દુષ્કર્મ કરતો હતો.
તેમજ પરણિતાને મારી નાખવાની ઘમકી પણ આપી હતી. આથી પરિણીતાએ વકીલ વિરૂદ્ધ ફરિયાદ નોંધવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પરિણીતાએ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં વકીલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે 376 કલમ મુજબ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.