ખેલ મહાકુંભ-2019 અંતર્ગત અમદાવાદ રાઇફલ ક્લબ ખાતે રાજ્યકક્ષાની એર રાઇફલ અને એર પિસ્તોલ સ્પર્ધા યોજાઇ હતી. જેમાં ૧૦ મીટર શુટીંગ ગેમમાં અન્ડર-૧૪માં ૧૭ ભાઇઓ-બહેનોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં પોરબંદરનાં ધોરણ ૧૦નાં વિદ્યાર્થી નીલ જોષીએ એર રાઇફલમાં ૩૨૪/૪૦૦ સ્કોર મેળવી સિલ્વર મેડલ પ્રપ્ત કર્યો છે. સાથે જ ઋષિરાજ જાડેજાએ ૩૨૨/૪૦૦ સ્કોર મેળવી બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.
રાજ્યકક્ષાએ પ્રતિભા દર્શાવનાર આ બંને ખેલાડીઓને મધ્યપ્રદેશ ખાતે SGFIની નેશનલ લેવલની એર રાઇફલ સ્પર્ધામાં પોતાનું કૌશલ્ય દાખવશે. નેશનલ લેવલે નામના મેળવવા આ બંને ખેલાડીઓ આ સ્પર્ધાની અત્યારથી જ પ્રેક્ટીસ કરી રહ્યા છે. ગુજરાત લેવલે પોરબંદરનું નામ રોશન કરવા બદલ આ બંને વિદ્યાર્થીઓને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર પોરબંદરના સિનિયર કોચ ડૉ. મનીષકુમાર જીલડીયાએ અભિનંદન પાઠવ્યા છે.