માછીમાર બોટ એસોશિએશન પોરબંદરના પ્રમુખ જાદવજીએજણાવ્યું હતું, કે જેતપુરમાં 1500 થી વધુકોટન પ્રિન્ટિંગ સાડીનું મોટું હબ બનાવેલ છે અને નાના મોટા અનેક ટેક્સટાઇલ્સ પ્રિન્ટિંગ સાડીના યુનિટો આવેલા છે. જેનું કેમિકલ અને સિલિકેટ યુક્ત પાણી હમેશા જેતપુરની ગટરો નદી નાળામાં નિકાલ કરવામાં આવે છે. જેના કારણે તે વિસ્તારનું પાણી અને આજુબાજુની જમીન આ કેમિકલ યુક્ત પાણીથી પ્રદુષિત થઈ ગયેલ છે તેને કારણે તે વિસ્તારના રહેવાસીઓમાંઅનેકપ્રકારના રોગ થયેલ છે.
આજુબાજુની ખેતી લાયક જમીન બંજર થઈ ગયેલ છે તેથી આ પાણી જો સમુદ્રમાં ઠાલવવામાં આવે તો સમુદ્રના પાણીમાં પણ પ્રદુષણ થશે જેની અસરથી અનેક દરિયાઈ વનસ્પતિ નાશ પામશે અને જે માછલીઓનો ખોરાક હોવાથીમાછલીઓ મૃત્યુ પામશે આથી માછીમારોના વ્યવસાયને પણ નુકસાન પહોંચશે.
માછીમારોના ભવિષ્યની ચિંતા કરી આ કેમિકલ યુક્ત પાણીને પોરબંદરના સમુદ્રમાં નિકાલ કરવામાં ન આવે તેવા પગલાં લેવા મુખ્યપ્રધાન વિજય રૂપાણી ,મત્સઉદ્યોગ પ્રધાન આર સી ફળદુ ,અને ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ અને પર્યાવરણ વિભાગના અધિક મુખ્ય સચિવને પણ પત્ર પાઠવવામાં આવેલ છે. ત્યારે ગઈ કાલે મુંબઈ થી પ્રાઇવેટ કંપની દ્વારા દરિયાઈ પ્રદુષણ અંગે સર્વે કરવામાં આવ્યો હોવાનું પણ બોટ એસોશીએશનના પ્રમુખે જણાવ્યું હતું.