પોરબંદર: શુક્રવારે જિલ્લાના ગોસા ગામમાં જોષી પરિવારના સુપ્રસિદ્ધ 'શ્રી રંગબાઈ માતાજી'ના મંદિરે પાટોત્સવ નિમિત્તે થયેલી ભવ્ય ઉજવણી પ્રસંગે સમગ્ર બરડાઈ બ્રહ્મ સમાજ, તથા સમસ્ત બ્રહ્મસમાજના ગૌરવ રૂપ વિશ્વપ્રસિદ્ધ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના મુખ્ય કલાકાર જેઠાલાલ (દિલીપ જોષી) તેમના પરિવાર સાથે આવ્યા હતા.
આ પ્રસંગે દિલીપ જોષી, તેમના પિતા અને મોટાભાઈનું પોરબંદર જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ ભીખુભાઈ જોષી, ઉપદપ્રમુખ ભીમભાઇ જોષી, સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મસમાજના ટ્રસ્ટી અશ્વિન દવે, સુચિત પરશુરામ ધામ ટ્રસ્ટના પ્રમુખ ડાયાભાઇ જોષી અને મહામંત્રી ગિરીશભાઈ વ્યાસ દ્વારા પુષ્પહાર અને શાલ અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું.