પોરબંદર : ભાણવડ-પોરબંદર સ્ટેશનો વચ્ચે 14મી એપ્રિલ, 2022 થી બે ટ્રેન ચાલુ (Bhanvad Porbandar Train) થવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. પ્રવાસીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલ્વેએ ભાવનગર ડિવિઝનના (Western Railway Bhavnagar Division) ભાણવડ-પોરબંદર સ્ટેશનો વચ્ચે 14મી એપ્રિલ, 2022 થી આગામી આદેશ સુધી બે અનારક્ષિત દૈનિક પેસેન્જર ટ્રેનો ચલાવવાનો નિર્ણય લીધો છે. તેમનું ભાડું મેલ એક્સપ્રેસ ટ્રેનના અનરિઝર્વ્ડ કોચના ભાડા જેટલું હશે.
આ પણ વાંચો : નવસારીમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાઇટ્સ પરથી લાખોના લોખંડના માલ સામાનની ચોરી, બેની કરાઇ ધરપકડ
ટ્રેનોની વિગતો - ટ્રેન નંબર 09549/09550 ભાણવડ - પોરબંદર – ભાણવડ, ટ્રેન નંબર 09550 (પોરબંદર - ભાણવડ) પોરબંદર સ્ટેશનથી દરરોજ સવારે 06:00 વાગ્યે ઉપડશે અને સવારે 7:35 વાગ્યે ભાણવડ સ્ટેશન પહોંચશે. તેવી જ રીતે, વળતી દિશામાં ટ્રેન નં. 09549 (ભાણવડ-પોરબંદર) ભાણવડ સ્ટેશનથી દરરોજ સવારે 8:00 વાગ્યે ઉપડશે અને પોરબંદર (Bhanvad Porbandar Train Time) સ્ટેશને 9:50 કલાકે પહોંચશે.
અન્ય એક ટ્રેન - ટ્રેન નંબર 09551/09552 ભાણવડ - પોરબંદર – ભાણવડ, ટ્રેન નંબર 09552 (પોરબંદર - ભાણવડ) પોરબંદર સ્ટેશનથી દરરોજ 19:00 કલાકે ઉપડશે અને 20:10 કલાકે ભાણવડ સ્ટેશન પહોંચશે. તેવી જ રીતે, વળતી દિશામાં ટ્રેન નંબર 09551 (ભાણવડ-પોરબંદર) ભાણવડ સ્ટેશનથી 21:30 કલાકે ઉપડશે અને 22:55 કલાકે પોરબંદર (Bhanvad Porbandar Between Train) સ્ટેશન પહોંચશે.
આ પણ વાંચો : જામનગર રેલવે સ્ટેશન પર પાંચ મહિના બાદ પેસેન્જર ટ્રેનનું આગમન
પ્રોટોકોલનું પાલન કરવા વિનંતી - ઉપરોક્ત ટ્રેનો બંને દિશામાં રાણાવાવ, રાણાબોરડી, શાખપુર, તરસઈ અને વાંસજાળીયા (Railway Station Between Bhanvad and Porbandar) સ્ટેશનો પર ઉભી રહેશે. ટ્રેન નંબર 09549 ભાણવડ - પોરબંદર સવારે ભાણવડથી પોરબંદર જતી વખતે અને ટ્રેન નંબર 09552 પોરબંદર – ભાણવડ સાંજે પોરબંદરથી ભાણવડ જતી વખતે જશાપર સ્ટેશને ઉભી રહેશે. પ્રવાસ દરમિયાન પ્રવાસીઓને COVID-19 પ્રોટોકોલનું પાલન કરવા વિનંતી કરવામાં આવ્યું છે. તેવું વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક રેલવે માશૂક અહમદે જણાવ્યું છે.