ગુરુવારે ખારવા સમાજના આગેવાનો, પ્રમુખ પ્રેમજીભાઈ ખુદાઈ અને ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને મળ્યા હત્યા. ત્યાંથી મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે વાતચીત કરી હતી. જેમાં ખારવા સમાજના બધા પ્રશ્નોનો નિકાલ કરવામાં આવશે, તેવી ખાતરી મુખ્ય પ્રધાને આપતા ખારવા સમાજના આગેવાનોએ ભાજપ તરફી મતદાન કરવાનું મન બનાવ્યું છે. જેના ભાગરૂપે આજે ગોંડલના ધારાસભ્ય અને રાજપૂત સમાજના આગેવાન રાજભા જેઠવા પંચાયત મંદિરે ઉપસ્થિત રહ્યા હતા.
જ્યાં તેમણે ખારવા સમાજને ખાતરી આપી હતી કે, ખારવા સમાજના પ્રમુખ પ્રેમજી ખુદાઈએ ખારવા સમાજવતી ભાજપને ટેકો જાહેર કર્યો હતો. અને જયરાજ સિંહનું અભિવાદન કરી ત્યાંથી ભાજપનો ખેસ ધારણ કરી ખારવાસમાજના ખારવાવાડમાં રેલી કાઢી હતી. તો વર્ષોથી કોંગ્રેસના કાર્યકર્તા રહેલા ખારવા સમાજના આગેવાન રણછોડ શિયાળે પણ ભાજપને ટેકો જાહેર કર્યો હતો.