પોરબંદર: છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાન એની દરિયાઈ સીમામાં આવતા ભારતીય (Indian Fishermen free from Pakistan) માછીમારોને પકડીને લઈ જાય છે. પછી જેલમાં બંધ કરીને રાખે છે. પાડોશી રાષ્ટ્ર પાકિસ્તાનની જેલ (Fisherman free from Pakistan Jail) ઓથોરિટીએ 20 જેટલા માછીમારોને મુક્ત કરવાનો નિર્ણય કર્યો છે. જે આગામી બે-ત્રણ દિવસમાં વેરાવળ બંદરે (Veraval Port Saurashtra) પહોંચી પોતાના પરિવારને મળશે.
આ પણ વાંચો: આખરે સુરતીલાલાએ માણ્યો મેઘો, વહેલી સવારથી જોરદાર બેટિન્ગ
પંજાબથી આવશે: પાકિસ્તાન જેલમાંથી મુક્ત થયેલા માછીમારો થોડા દિવસમાં પોતાના વતનમાં પહોંચશે. આ માછીમારોમાંથી 13 માછીમારો ગીર સોમનાથના હોવાનું જાણવા મળ્યું છે. પાકિસ્તાન જેલ ઓથોરિટીએ રવિવારે તેમને મુક્ત કરવા માટેના પગલાં લીધા હતા. ભારત પાકિસ્તાનની પંજાબમાં આવેલી વાઘા-અટારી બોર્ડર પરથી આ તમામને ભારતીય અધિકારીઓને સોંપી દેવામાં આવશે. જ્યાંથી તેઓ પોતાના વતન તરફ રવાના થશે. ભારત સરકારના અધિકારીઓ યોગ્ય પ્રક્રિયા અને કામગીરી બાદ વેરવળ બંદર સુધી લાવવા માટેના પગલાં લેશે.
આ પણ વાંચો: અમદાવાદમાં મહિલાઓ માટે બનશે એરપોર્ટ જેવા પીંક ટોયલેટ, આ સુવિધાઓથી હશે સજ્જ
પોલીસ નોંધણી: રાજ્ય સરકારના કાયદા અનુસાર આ તમામ માછીમારોની સોંપણી એમના પરિવારને કરાશે. પછી આ તમામ માછીમારોની માહિતી તથા રેકોર્ડ સોમનાથ જિલ્લા પોલીસના ચોપડે નોંધવામાં આવશે. પછી તમામને વેરાવળ બંદરે પર ફિશરીઝ વિભાગને સોંપાશે. હજું પણ ઘણા ભારતીય માછીમારો પાકિસ્તાનની જેલામાં બંધ છે. એ તમામને પણ મુક્ત કરવા માટે ભારત તથા પાકિસ્તાન સરકારને અપીલ થઈ રહી છે.