દરિયામાં પ્રચંડ મોજા અને કરંટ હોવાને લીધે ભારતીય કોસ્ટ ગાર્ડે માછીમારાને દરિયો ખેડવા મનાઇ જાહેર કરી હતી. તેમ છતાં પોરબંદરના માછીમારો દરિયો ખેડવા જતાં મુશ્કેલીમાં મુકાયા હતા. 19 બોટ સહિત 95 ક્રુ મેમ્બર્સ માછીમારી કરવા પહોંચ્યા હતા. જેમાં ભારતીય કોસ્ટ ગાર્ડને અનેક માછીમારો લાપતા થયા માહિતી મળતાં સમગ્ર ટીમ કામે લાગી હતી.
ભારતીય કોસ્ટ ગાર્ડે તાત્કાલિક ત્રણ ટીમ તૈયાર કરીને લાપતા માછીમારોને શોધવા માટે મોકલ્યા હતા. જેમાં 10 બોટ સહિત 59 માછીમારોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા હતા. જો કે, ત્રણ મૃતદેહ પણ મળી આવ્યા હતા. 11 ઓગસ્ટે 19 કોસ્ટ ગાર્ડ હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ટીમ દ્વારા 1 બોટ અને 4 માછીમારોને બચાવ્યા હતા, ત્યારે કુલ 14 બોટ અને 79 માછીમારોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા હતા. જ્યારે પાછળથી 6 જેટલા મૃતદેહ મળી આવ્યા હતા અને 2 બોટના 9 માછીમારો અને અન્ય 1 માછીમારની શોધખોળ શરૂ છે.