મળતી માહિતી અનુસાર 14 એપ્રિલના રોજ 1.00 કલાકે ભારતીય તટરક્ષક દળની શિપ સી-445 પેટ્રોલિંગમાં હતી, ત્યારે પ્રભુ સાગર નામની બોટ ડૂબતી હોવાનો મેસેજ મળ્યો હતો. આ બોટમાં રહેલ 8 માછીમારોને બચાવવા મદદ માંગવામાં આવી હતી. જેથી તટરક્ષક દળના જવાનો દ્વારા તાત્કાલિક માછીમારોને બચાવવાનું ઓપરેશન હાથ ધરાયુ હતું. જેમાં રાત્રીના અંધારૂ હોવાથી જવાનોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
આ ઘટનાનો 1 વાગ્યે મેસેજ મળતા જ તટરક્ષક દળ ચાર્લી-445 શિપ 3 કલાકે ત્યા પહોંચ્યું હતું અને સબ મર્સીબલ પમ્પ દ્વારા પાણી કાઢવાની કામગીરી હાથ ધરી હતી. વાતાવરણ ખરાબ હોવાથી મુશ્કેલીનો સામનો કરી તટરક્ષક દળના જવાનોએ બોટનો એક ભાગ તૂટી ગયો હતો. જ્યાંથી તમામ માછીમારોએ પાણીના દરિયામાં કૂદકો માર્યો હતો. જ્યાંથી ભારતીય તટરક્ષકના જવાનોએ પાણીમાંથી સેફટી સાથે તમામને બચાવી ચાર્લી-445 શિપમાં લાવવામાં આવ્યા હતા. જ્યાંથી સવારે સાત કલાકે પોરબંદર દરિયાકિનારે 8 માછીમારોને સહીસલામત લાવી ભારતીય તટરક્ષક દળ દ્વારા ફિશરીઝ ડિપાર્ટમેન્ટને સોપવામાં આવ્યા હતા આ બોટ દીવમાં લક્ષ્મણ સોલંકીની માલિકીની રજીસ્ટર થયેલ હોવાનું જણાવ્યું હતું.
આમ ભારતીય તટરક્ષક દળના જવાનોએ વયમ રક્ષામિનું સૂત્ર સાર્થક ર્ક્યું હતું. ચાલુ વર્ષમાં ભારતીય તટરક્ષક દળ દ્વારા દરિયામાં દિલ ધડક રેસ્ક્યુ ઓપરેશન કરી 14 લોકોના જીવ બચાવ્યા હતા.