પોરબંદરઃ પોરબંદરમાં આજે બુધવારે કોરોના પોઝિટિવ 3 કેસ નોંધાયા છે. આ સાથે અત્યાર સુધી અહીં કોરોનાના કેસની સંખ્યા 700 પર પહોંચી છે. પોરબંદરના ઝુંડાળામાં રહેતા 20 વર્ષના યુવક, ખાપટમાં રહેતા 45 વર્ષના પુરુષ અને રાણા વાવના 28 વર્ષના પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આજ રોજ કુલ 10 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને કોરોનાના કારણે 1 દર્દીનું મોત થયું છે. અત્યાર સુધીમાં કોરોનાના કારણે મોતનો આંકડો 66 સુધી પહોંચ્યો છે.
![પોરબંદરમાં આજે કોરોનાને 3 કેસ નોંધાયા, 1 મોત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9089446_corona_gj10018.jpg)