- જિલ્લામાં કુલ 6 ફોર્મ પરત ખેંચાયા
- 25 અમાન્ય જાહેર કરાયા
- પોરબંદર-છાંયા સંયુક્રત નગર પાલિકામાં 141 ઉમેદવારો
- ત્રણ તાલુકા પંચાયતમાં કુલ 54 બેઠકો પર 128 ઉમેદવારો
પોરબંદરઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણી આગામી 28 ફેબ્રુઆરીના રોજ યોજાનાર છે ત્યારે ગત તારીખ 16 ફેબ્રુઆરીના રોજ ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો. જે અંતર્ગત પોરબંદર જિલ્લામાં કુલ 56 ફોર્મ પરત ખેંચાયા છે. જ્યારે અન્ય 25 ફોર્મ અમાન્ય કરવામાં આવ્યા હતા ત્યારે હવે પોરબંદર જિલ્લામાં ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે અને હરીફ ઉમેદવારોનું લિસ્ટ સામે આવી ગયું છે.
પોરબંદર જિલ્લામાં કુલ છ ફોર્મ પરત ખેંચાયા
પોરબંદર છાયા નગરપાલિકાના વોર્ડ નંબર 11માં કારા જેઠા મકવાણાએ ફોર્મ પરત ખેંચ્યું છે. જિલ્લા પંચાયતમાં દેગામના જીવતીબેન જીવાભાઈ સાદીયાએ ફોર્મ પરત ખેંચ્યું છે. તાલુકા પંચાયતમાં 16 મિયામીમાં BSPના ઉમેદવાર કારીબેન પુંજાભાઇ સોલંકીએ ફોર્મ પરત ખેંચ્યું છે. જ્યારે રાણાવાવ તાલુકા પંચાયત 03 બાપોદરમાં લાખીબેન રામભાઇ બાપોદરાએ આમ આદમી પાર્ટીમાંથી તથા 06 બિલેશ્વરમાં કાના પોલા રાડાએ અપક્ષમાંથી ફોર્મ પરત ખેંચ્યું છે અને કુતિયાણા તાલુકા પંચાયતના 5 ઇશ્વરીયામાંથી અપક્ષના વિજય સવદાસ મોઢવાડીયાએ ફોર્મ પરત ખેંચ્યાં છે.
જિલ્લા પંચાયતમાં કુલ 40 ઉમેદવારો ચૂંટણી લડશે
પોરબંદર જિલ્લા પંચાયતમાં 18 બેઠક પર 42 ફોર્મ ભરાયાં હતાં. જેમાં ભાજપના 18, કોંગ્રેસના 18 તથા BSPના ત્રણ અને AAPના એક ઉમેદવાર દ્વારા ફોર્મ ભરાયાં હતા. જેમાં એક સામાન્ય અને એક ફોર્મ પરત કરાયું હતું. જિલ્લા પંચાયતમાં કુલ 40 ઉમેદવારો ચૂંટણી લડશે.
ત્રણ તાલુકામાં ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ
પોરબંદર તાલુકા પંચાયતમાં 22 બેઠક પર ભાજપ-કોંગ્રેસના 22-22 અને બે BSP તથા 05 AAP અને 03 અપક્ષ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. 01 ફોર્મ અમાન્ય અને 01 ફોર્મ પરત ખેંચવામાં આવ્યું હતું. કુલ 54 ઉમેદવાર વચ્ચે ચૂંટણીનો જંગ જામશે. કુતિયાણા તાલુકા પંચાયતમાં 16 બેઠક પર 42 ફોર્મ ભરાયાં હતાં જેમાં 08 અને 01 ફોર્મ પરત ખેંચવામાં આવ્યું હતું. આમ 16 ભાજપ અને 16 કોંગ્રેસ તથા 01 અપક્ષ મળી કુલ ૩૩ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે. રાણાવાવ તાલુકા પંચાયતની 16 બેઠકો ઉપર કુલ 45 ફોર્મ ભરાયાં હતાં જેમાં 02 અમાન્ય અને 02 પરત ખેંચાતા 16 કોંગ્રેસ અને 16 ભાજપ 02 BSPએ AAP અને 06 અપક્ષ એમ 41 ઉમેદવારો વચ્ચે જંગ લડવામાં આવશે.
પોરબંદર પાલિકામાં 52 બેઠક પર 141 ઉમેદવારો વચ્ચે જંગ જામશે
પોરબંદર પાલિકામાં 13 વોર્ડમાં કુલ 52 બેઠક પર 155 ફોર્મ ભરાયાં હતાં. જેમાં 13 ફોર્મ અમાન્ય અને 01 ફોર્મ પરત ખેંચાયું હતું. આમ હવે ભાજપ 52, કોંગ્રેસને 52, 11 BSP, 5 અપક્ષ અને 21 AAPના ઉમેદવાર મળી કુલ 141 ઉમેદવારો વચ્ચે ચૂંટણીનો જંગ જામશે.