- પારાવાડાની પરીણિતાને અડવાણા 108ની ટીમે એમ્બુલન્સમાં નોર્મલ ડિલિવરી કરાવી
- સરકારી હોસ્પિટલ લઈ જતા વખતા પ્રસુતિની પીડા વધી જતા એમ્બુલન્સમાં જ ડિલિવરી કરાવી
- 108 એમ્બુલન્સ ઈમરજન્સી સેવા ફરી એક વાર મદદગાર સાબિત થઈ
- એમ્બુલનસ પોરબંદર માર્ગ ઉપર રોકી સફળ પ્રસુતિ કરાવી માતા-પુત્રનો જીવ બચાવ્યો
પોરબંદરઃ 26 ડિસેમ્બરે પારાવાડાની ગામની પ્રસૂતાને પ્રસુતિની પીડા ઉપડતા મહિલાને તાત્કાલિક પ્રસુતિ માટે 108માં સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, પરંતુ મહિલાને વધુ દુઃખાવો ઉપડતા અડવાણા 108ના ઈએમટી વિશાલ ભાલોડિયાએ એમ્બુલન્સને માર્ગ ઉપર રોકી મહિલાની પ્રસુતિ કરાવી હતી.
એમ્બુલન્સ પોરબંદર માર્ગ ઉપર રોકી સફળ પ્રસુતિ કરાવી માતા અને પુત્રનો જીવ બચાવ્યો
આ અંગેની મળતી માહિતી અનુસાર, શુક્રવારે સાંજે 4ઃ30 વાગ્યે પોરબંદર જિલ્લાના પારાવાડાની ગામમા રહેતા સપનાબેન વિજયભાઈ અચાનક પ્રસુતિની પીડા ઉપડતા ત્તેઓને તાત્કાલિક પ્રસુતિ માટે લઈ જવાની ફરજ પડી હતી. આથી 108 એમ્બુલન્સનો સંપર્ક કરતા અડવાના 108 ગામના 108ના કર્મચારી તાત્કાલિક ગામે પહોચી ગયા હતા. સારવાર માટે એમઆર લેડી સરકારી હોસ્પિટલ ખાતે લઈ જતા હતા. તે દરમિયાન મહિલાને વધુ દુઃખાવો ઉપડતા તેમની પ્રસુતિ 108 એમ્બુલન્સમાં જ કરાવવાની નોબત સર્જાઈ હતી અને માતાને લોહીના ટકા ઓછા હતા. 108 એમ્બુલન્સના એમટી વિશાલ ભાઈ અને પાયલટ સરમાણ ચાવડાએ ઍમ્બૂલનસ પોરબંદર માર્ગ ઉપર રોકી સફળ પ્રસુતિ કરાવી માતા અને પુત્રનો જીવ બચાવ્યો હતો. ત્યારબાદ પુત્રને બેબી કેર માટે એમઆર લેડી હોસ્પિટલ પોરબંદર ખાતે ખસેડવામાં આવ્યા હતા.