પોરબંદરઃ COVID-19 મહામારી સંદર્ભે લોકહિત ખાતર કન્ટેઇનમેન્ટ ઝોન તરીકે જાહેર કરાયેલા પોરબંદરના GIDC વિસ્તારના આશાપુરા ચોક પાસે આવેલા રમણપાર્કની કૃપાલી પ્રોવિઝન સ્ટોરવાળી શેરી તથા શહેરના જુની પોલીસ લાઇનમાં એપ્રિલ પછી આ વિસ્તારમાં કોરોનાનાં એકપણ કેસ પોઝિટિવ આવેલો નથી.
આ વિસ્તારમાં દરેક શંકાસ્પદ વ્યક્તિઓના ટ્રેસીંગની કામગીરી કરાઇ હતી. તથા 90 ટકા જેટલા સ્થાનિક રહીશોના લીધેલા સેમ્પલ નેગેટીવ આવેલા હોવાથી જિલ્લા મેજીસ્ટ્રેટ ડી.એન.મોદીએ ઉપરોક્ત બન્ને વિસ્તારને કન્ટેઇનમેન્ટ ઝોનના નિયંત્રણમાંથી મૂક્ત જાહેર કર્યા હતા.