ખારવા સમાજની પરંપરા મુજબ સમસ્ત ખારવા સમાજના વાણોટ પ્રેમજીભાઈ ખુદાઈ તેમજ પંચ - પટેલો તેમજ ટ્રસ્ટીઓ અને સમાજના આગેવાનો દ્વારા સમસ્ત સિપાઈ જમાતની વર્ષ - ૨૦૧૯ની લોકશાહી ઢબે યોજાયેલ ચૂંટણીમાં ભવ્ય જીત મેળવનાર પ્રમુખ ફારૂકખાન હાજીહુસેનખાન શેરવાનીની જીતની ખુશીને વ્યક્ત કરવા તેમજ શુભેચ્છાઓ પાઠવવા મોટી સંખ્યામાં પોરબંદર સમસ્ત સિપાઈ સમાજના આંગણે પધાર્યા હતા. પ્રમુખ ફારૂકખાન શેરવાની તેમજ તેમની મેનેજીંગબોર્ડના સભ્યોને હારતોરા કરી અને સાલ ઓઢાડી, મોં મીઠા કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી.
સિપાઈ જમાતના પ્રમુખે ખારવા સમાજના વાણોટ પ્રેમજીભાઈ ખુદાઈ તેમજ પંચ - પટેલશ્રીઓ અને આગેવાનોનો આભાર વ્યકત કરતા જણાવ્યું હતું કે, સમસ્ત સિપાઈ જમાત તેમજ ખારવા સમાજ હંમેશા સુખઃદુખમાં એકબીજાને સાથે ઉભા રહેતા આવ્યા છે અને ભવિષ્યમાં પણ આજ રીતે એક - બીજાના સુખ - દુઃખમાં સહભાગી બનતા રહેશું તેવી આશા વ્યકત કરી હતી.