પોરબંદર: જિલ્લાની સરકારી કોવિડ હોસ્પિટલમાં આવેલા આઇસોલેશન વોર્ડમાં દાખલ થયેલા બે દર્દીઓને શ્વાસની તકલીફ થતા મોત નીપજ્યું હતું. પોરબંદરના નાગકા ગામની 20 વર્ષની યુવતી નીતાબેન રામભાઇ ઓડેદરા અને પોરબંદરના પેરેડાઇઝ વિસ્તારમાં રહેતા ચિરાગ દિપક છેલાવડાને ગઈકાલે શ્વાસમાં તકલીફ થતાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. તેઓના કોરોના રિપોર્ટ આવે તે પહેલાં જ તેમનું મોત નીપજયું હતું.પરંતુ ત્યારબાદ બન્નેના રિપોર્ટ નેગેટીવ આવતા બંને મૃતકોના મૃતદેહને પરિવારને સોંપવામાં આવ્યા હતા.
પોરબંદરમાં આજે 89 સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી પોરબંદરની લેબમાં 24 સેમ્પલ નેગેટિવ આવ્યા હતા અને 65 સેમ્પલ જામનગર ખાતે મોકલવામાં આવ્યા હતા. જેમાંથી 63 સેમ્પલ નેગેટિવ આવ્યા હતા અને બે સેમ્પલ રિજેક્ટ થયા હતા. ત્યારે, આજે એક પણ પોઝિટિવ કેસ ન આવતાં તંત્રે રાહતનો શ્વાસ લીધો હતો.