પોરબંદર દ્વારકાથી પોરબંદર શરૂ કરાયેલા ભાજપ દ્વારા ગુજરાત ગૌરવ યાત્રા (Gujarat Pride Yatra) આજે પોરબંદરમાં સમાપન કરાઈ હતી. પોરબંદર જિલ્લાના રાણાવાવ (Ranavav Kutiyana of Porbandar District) કુતિયાણામાં સભાઓ યોજી હતી. ત્યારબાદ પોરબંદરમાં આ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રિવરફ્રન્ટથી સુદામા ચોક સુધી યુવા ભાજપના કાર્યકરો દ્વારા બાઈક રેલી યોજવામાં આવી હતી.
સુદામા ચોકમાં સમાપન સભા પોરબંદરમાં સુદામા ચોકમાં (Sudama Chowk in Porbandar) યોજાયેલા ગુજરાત ગૌરવ યાત્રાના ભાગરૂપે યોજાયેલા સમાપન સભામાં ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ તથા કેન્દ્રીય (રાજયકક્ષાના) નાણા પ્રધાન (Union Finance Minister) ભગવત કરાડ અને પૂર્વ મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણી તથા ધનસુખ ભંડેરી, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા પોરબંદરના સાંસદ (MP from Porbandar) રમેશ ધડુક તથા પ્રભારી મહેશ કસવાલા અને ભરત બોઘરા જયંતીભાઈ કવાડિયા તથા વિનોદ ચાવડા અને ગોરધન ઝડફિયા તથા ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
દ્વારકાની જનતાને કામ કરી બતાવ્યું સીઆર પાટીલે સમાપન સભામાં ક્યાં હતું કે, દ્વારકામાં યાત્રાની શરૂઆત થઈ ત્યારે સ્થાનિકો કહેતા હતા. અનેક કાયદેસર બાંધકામ થયા છે. તેમાંથી કૃષ્ણ ભૂમિને મુક્તિ આપો રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સરકારે ગેરકાયદેસર બાંધકામો દૂર કરી (Illegal constructions removed) આજે દ્વારકાની જનતાને કામ કરી બતાવ્યું છે. આ ઉપરાંત, ચૂંટણી આવી રહી છે, ત્યારે કેટલાક લોકો વચનો આપવા આવી જાય છે.
ગુજરાત ગૌરવ યાત્રાની શરૂઆતથી સમાપન સુધીની જાણકારી આ લોકોની ગેરંટીથી ગુજરાતની જનતા ભરમાઇ નહીં ભાજપ સરકારે મેનિફેસ્ટો મુજબ અનેક વચનો પૂરા કર્યા છે. જેમાં રામ મંદિરનું નિર્માણ કાર્ય તથા 370ની કલમ દૂર કરી બતાવી છે. આમ આગામી સમયમાં પણ જનતા ભાજપને સાથ આપે તેઓ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ અંગે ભાજપના આગેવાન ભરત બોઘરા એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં ગુજરાત ગૌરવ યાત્રાની શરૂઆતથી સમાપન સુધીની જાણકારી આપી હતી. કેટલા લોકો જોડાયેલા છે તે અંગે પણ માહિતી આપી હતી.