ETV Bharat / state

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સેક્રેટરીને સોશિયલ મીડિયા પર મારી નાખવાની ધમકી મળી

પોરબંદરમાં રહેતા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સેક્રેટરી રામદેવ મોઢવાડિયાને જાનથી મારી નાખવાની ધમકી મળતા હડકંપ મચ્યો છે. સોશિયલ મીડિયાના માધ્યમથી મળેલી ધમકી અંગે રામદેવ મોઢવાડિયાએ રાજ્ય પોલીસ વડાને ફરિયાદ કરી હતી.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સેક્રેટરીને સોશિયલ મીડિયા પર મારી નાખવાની ધમકી મળી
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સેક્રેટરીને સોશિયલ મીડિયા પર મારી નાખવાની ધમકી મળી
author img

By

Published : May 31, 2021, 9:29 AM IST

  • ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સેક્રેટરીને મળી ધમકી
  • સોશિયલ મીડિયાના માધ્યમથી રામદેવ મોઢવાડિયાને મળી મારી નાખવાની ધમકી
  • રામદેવ મોઢવાડિયાએ ધમકી અંગે રાજ્ય પોલીસ વડાને કરી ફરિયાદ

પોરબંદરઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સેક્રેટરી રામદેવ મોઢવાડિયાને જાનથી મારી નાખવાની ધમકી મળતા હડકંપ મચ્યો છે. સોશિયલ મીડિયા પર વાઈરલ મેસેજમાં ખાણ ખનીજ અને રેતી ચોરી મુદ્દે રામદેવ મોઢવાડિયાએ એક ટીવી ચેનલને ઈન્ટરવ્યૂ આપ્યો હતો, જેમાં તેમણે પોરબંદરના જાવર તથા કુછડી ગામ વચ્ચે દરિયાકાંઠે રેતી ચોરી અંગે પ્રતિક્રિયા આપી હતી. સોશિયલ મીડિયામાં મેસેજ લખનાર તથા ગૃપ એડમિન સામે સાઇબર ક્રાઇમનો ગૂનો નોંધવામાં અને કડક કાર્યવાહી કરવા રામદેવ મોઢવાડિયા એ માંગ કરી
આ પણ વાંચો- મેયરના પતિએ મૃતકના પરિવારને વળતર આપવાના બદલે મારી નાખવાની ધમકી આપતા પોલીસ સ્ટેશનમાં અરજી કરાઈ

રામદેવ મોઢવાડિયાએ ધમકી અંગે રાજ્ય પોલીસ વડાને કરી ફરિયાદ

સાઈબર ક્રાઈમનો ગુનો નોંધી કાર્યવાહી કરવા માગ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સેક્રેટરી રામદેવ મોઢવાડિયા કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાના નાના ભાઈ છે. તેઓ વિરૂદ્ધ સોશિયલ મીડિયાના માધ્યમથી જાનથી મારી નાખવાની ધમકી નો મેસેજ વાયરલ કરાતા તથા કોમી વૈમનસ્ય ફેલાય તેવો મેસેજ ફેલાવતા રામદેવ મોઢવાડિયાએ રાજ્ય પોલીસ વડાને મેસેજ બનાવનાર અને ફેલાવનારા શખ્સો સામે સાઈબર ક્રાઈમનો ગુનો નોંધી કાર્યવાહી કરવા માગ રામદેવ મોઢવાડિયાએ કરી છે.

આ પણ વાંચો- રાજકોટમાં સગીરાને કપડા મુદ્દે ધમકી આપતા ચાર શખ્સને સમજાવવા ગયેલા પિતા અને કાકા પર જીવલેણ હુમલો

પોલીસ યોગ્ય તપાસ કરશેઃ DySP

પોરબંદરના DySP જે. સી. કોઠિયાએ જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયામાં કોંગ્રેસ અગ્રણી રામદેવ મોઢવાડિયાને મારી નાખવા અંગેના વાઈરલ મેસેજ અંગે પોલીસ વિભાગ દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.