પોરબંદરઃ જિલ્લામાં DGPના કમેન્ડેશન ડિસ્ક 2020 એવોર્ડ (DGP’s Commendation Disc Award) માટે સારી અને પ્રશંસનીય કામગીરી કરનારા અધિકારીઓ અને કર્મચારીઓની દરખાસ્ત DGP કચેરીએ મોકલવામાં આવી હતી. આ દરખાસ્ત અંગે ગૃહ વિભાગની કમિટી દ્વારા કામગીરીનું અવલોકન કરવામાં આવે છે. જોકે, આ વખતે ગુજરાતના 110 પોલીસ અધિકારી-કર્મચારીઓેને શ્રેષ્ઠ કામગીરી બદલ આ એવોર્ડ (Gujarat Police Award) માટે પસંદ કરવામાં આવ્યા હતા. આમાંથી 3 પોલીસ અધિકારીઓ પોરબંદર જિલ્લાના પણ સામેલ હતા. તેમને DGPના હસ્તે એવોર્ડ એનાયત (DGP honors Porbandar Police Officers) કરવામાં આવ્યો હતો.
![પોરબંદરના પોલીસ અધિકારીને એવોર્ડ એનાયત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14988203_pbraward_gjc1030.jpg)
આ પણ વાંચો- સુરતના 3 પોલીસ અધિકારીઓને હોમ મિનિસ્ટર અવોર્ડ ફોર એક્શેલન્સ ઇન ઈન્વેસ્ટીગેશન –2020 એનાયત કરવામાં આવ્યા
કરાઈ પોલીસ એકેડમી ખાતે યોજાયો સન્માન સમારોહ - ગાંધીનગરમાં કરાઈ પોલીસ એકેડમી ખાતે 8 એપ્રિલે DGP આશિષ ભાટિયાના હસ્તે પોલીસ અધિકારીઓનું સન્માન (Honoring police officers at Karai Police Academy) કરવામાં આવ્યું હતું. જેમાં પોરબંદર જિલ્લાના SOGના PSI અને છેલ્લા 16 મહિનાથી બગવદર ઈન્ચાર્જ PSI હરદેવસિંહ ગોહિલ, રાજેન્દ્ર ભગવાનજી જોષી બિનહથિયારધારી ASI LCB, પોરબંદર તથા મહેબૂબખાન હબીબખાન બેલીમ બિનહથિયારી હેડ કોન્સ્ટેબલ SOG શાખા, પોરબંદરને તેમની શ્રેષ્ઠ કામગીરી (DGP honors Porbandar Police Officers) સબબ DGP આશિષ ભાટિયાના હસ્તે કોમન્ડેશન ડિસ્ક તથા પ્રમાણપત્રથી સન્માનિત કરાયા હતા.
-
રાજ્યના ૧૧૦ પોલીસ અધિકારીઓને ઉત્કૃષ્ટ કામગીરી બદલ ડી.જી.પી. ચંદ્રકથી સન્માનિત કરતાં પોલીસ મહાનિદેશક શ્રી આશિષ ભાટિયા. #gujarat #police #medal #winners #GujaratPolice #achievement pic.twitter.com/ott4q9oMkK
— Gujarat Police (@GujaratPolice) April 9, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">રાજ્યના ૧૧૦ પોલીસ અધિકારીઓને ઉત્કૃષ્ટ કામગીરી બદલ ડી.જી.પી. ચંદ્રકથી સન્માનિત કરતાં પોલીસ મહાનિદેશક શ્રી આશિષ ભાટિયા. #gujarat #police #medal #winners #GujaratPolice #achievement pic.twitter.com/ott4q9oMkK
— Gujarat Police (@GujaratPolice) April 9, 2022રાજ્યના ૧૧૦ પોલીસ અધિકારીઓને ઉત્કૃષ્ટ કામગીરી બદલ ડી.જી.પી. ચંદ્રકથી સન્માનિત કરતાં પોલીસ મહાનિદેશક શ્રી આશિષ ભાટિયા. #gujarat #police #medal #winners #GujaratPolice #achievement pic.twitter.com/ott4q9oMkK
— Gujarat Police (@GujaratPolice) April 9, 2022
આ પણ વાંચો- National Water Award: વાપી નગરપાલિકાને સરળ જળ વિતરણ વ્યવસ્થા બદલ રાષ્ટ્રીય એવોર્ડ પ્રાપ્ત
પોલીસ અધિકારીઓને આપવામાં આવી શુભેચ્છા- આ શ્રેષ્ઠ કામગીરીનો એવોર્ડ મળતા પોરબંદર જિલ્લા અધિક્ષક ડો. રવિમોહન સૈની તેમ જ સિટી DySP અને ગ્રામ્ય DySP અને અન્ય સ્ટાફ દ્વારા તેમ જ પોરબંદર જિલ્લાના નગરજનો દ્વારા ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવી હતી.