ETV Bharat / state

રાણાવાવની સરકારી કૉલેજના વિદ્યાર્થીનું રાજ્યપાલના હસ્તે સન્માન કરાયું

author img

By

Published : Feb 8, 2020, 2:59 AM IST

પોરબંદર જિલ્લાના રાણાવાવની સરકારી વિનયન કૉલેજના સેમેસ્ટર 4માં અભ્યાસ કરનારા કિશોર પાંડાવદરાનું ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે 25 જાન્યુઆરીના રોજ સન્માન કરવામાં આવ્યું હતું. ગુજરાતના ચૂંટણી આયોગ દ્વારા ‘કેમ્પસ એમ્બેસેડર’ તરીકે નિમણૂંક પામેલા કિશોરની સમગ્ર રાજ્યમાં ચૂંટણીલક્ષી ઉત્તમ કામગીરી બદલ તેને બિરદાવવામાં આવ્યો હતો.

પોરબંદર, રાણાવાવ
રાણાવાવની સરકારી કૉલેજના વિદ્યાર્થીનું રાજ્યપાલના હસ્તે સન્માન કરાયું

પોરબંદર: ગુજરાતનું ચૂંટણી આયોગ ગુજરાતની દરેક કૉલેજમાં ‘કેમ્પસ એમ્બેસેડર’ની નિમણૂંક કરે છે. કિશોર પાંડાવદરાએ ચૂંટણી કાર્ડમાં સુધારો કરવો, નવા નામો ઉમેરવા જેવી ઓનલાઈન કામગીરી કરી હતી. જેની નોંધ ગાંધીનગર સુધી લેવામાં આવી હતી. કિશોરની આ કામગીરીને ધ્યાનમાં રાખી આ સિદ્ધિ બદલ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે 25મી જાન્યુઆરીના રોજ ગાંધીનગર ખાતે યોજાયેલ રાષ્ટ્રીય મતદાતા દિવસે સન્માન કર્યું હતું. કૉલેજ દ્વારા પણ તેને અભિનંદન આપવામાં આવ્યા હતા. કિશોરે માત્ર રાણાવાવને જ નહીં પરંતુ પોરબંદરને પણ રાજ્યકક્ષાએ ગૌરવ અપાવ્યું છે.

Intro:રાણાવાવની સરકારી કોલેજના વિદ્યાર્થીનું રાજ્યપાલના હસ્તે સન્માન કરાયું

સરકારી વિનયન કોલેજ રાણાવાવ જિ. પોરબંદરના સેમેસ્ટર ૪માં અભ્યાસ કરતા કિશોર પાંડાવદરાનું ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ૨૫ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ સન્માન કરવામાં આવ્યું હતું. ગુજરાતનું ચુંટણી આયોગ ગુજરાતની દરેક કોલેજમાં ‘કેમ્પસ એમ્બેસેડર’ની નિમણૂંક કરે છે. કિશોર પાંડવાદરાએ સમગ્ર રાજ્યમાં ચુંટણીલક્ષી ઉત્તમ કામગીરી કરી હતી. ચુંટણી કાર્ડમાં સુધારો કરવો, નવા નામો ઉમેરવા જેવી ઓનલાઈન કામગીરી કરી હતી. એમની આ ઉમદા કામગીરીની નોંધ છેક ગાંધીનગર સુધી લેવામાં આવી હતી. કિશોરની આ કામગીરીને ધ્યાનમાં રાખી ‘કેમ્પેસ એમ્બેસેડર’માં તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ અને રાજ્યકક્ષાએ એમનો પ્રથમ ક્રમ જાહેર હતો. આ સિદ્ધિ બદલ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ૨૫મી જાન્યુઆરીના ગાંધીનગર ખાતે યોજાયેલ રાષ્ટ્રીય મતદાતા દિવસે સન્માન કર્યું હતું. કોલેજ પરિવારે એમને અભિનંદન આપ્યા હતા. કિશોરે માત્ર રાણાવાવને જ નહિ પણ પોરબંદરને પણ રાજ્યકક્ષાએ ગૌરવ આપવ્યું છે. આ ઉપરાંત રાણાવાવ કોલેજની વિદ્યાર્થીની પુંઘરા હેતલનો ‘કેમ્પસ એમ્બેસેડર’ની કામગીરીમાં તાલુકા કક્ષાએ દ્વિતીય નંબર આવ્યો હતો.Body:.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.