વધુમાં જણાવીએ તો, પાકિસ્તાન દ્વારા અવારનવાર માછીમારોને પકડવાના કિસ્સા પ્રકાશમાં આવતા હોય છે. ત્યારે આવી ઘટનામાં સૌથી વધુ સમસ્યા માછીમારના પરિવારજનોને ભોગવવી પડે છે.
આ સમસ્યાને ધ્યાનમાં લઇને સરકાર દ્વારા અનેરો અને સંવેદનશીલ ભર્યો પ્રયાસ કરાયો છે. જેમાં જોઇએ તો, બુધવારના રોજ રાજ્ય સરકાર દ્વારા જાહેરત કરવામાં આવી છે કે, પાકિસ્તાન દ્વારા પકડાયેલા ગુજરાતના માછીમારોને છોડાવીને પરત લાવવાના તમામ પ્રયાસો કરવામાં આવશે.
ઉપરાંત રાજ્ય સરકાર તેમના પરિવારજનોને ઘર ચલાવવામાં અગવડ ન પડે તે માટે પ્રતિ મહિને રૂપિયા 9000ની સહાય પણ કરવામાં આવશે. આ પ્રકારની જાહેરાત ફેસબુકના CM Page પર જોતા જ માછીમારોમાં ખુશીની લાગણી ફેલાઇ ગઇ હતી.
આ ઉપરાંત પોરબંદર માછીમાર બોટ એસોસીએસનના પ્રમુખ જીવનભાઈ જુંગીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના આ નિર્ણયને અમે આવકારીએ છીએ. તેમજ પાકિસ્તાન દ્વારા કરવામાં આવતી માછીમારોને પકડવાની આ પ્રવૃત્તિ સદંતર બંધ થાય તે તરફ પ્રયાસ કરવામાં આવશે.
વધુમાં પાકિસ્તાનમાં પકડાયેલા બોટના માલિકોને પણ મોટું આર્થિક નુકસાન થાય છે. તેમને નવી બોટ ખરીદવા માટે પણ તેમની પાસે આર્થિક પરિસ્થિતિ પણ હોતી નથી.આથી બોટ માલિકોને પણ સહાય કરવા વિનંતી કરી હતી.