પાકિસ્તાનની જેલમાં બીમારીના કારણે મૃત્યુ નીપજેલ માછીમાર ગીરસોમનાથ જિલ્લાના ઉના તાલુકાના પાલડી ગામના રહેવાસી ભીખાભાઇ બામણીયા છે. પાકિસ્તાન-ઇન્ડિયા ફીશ ફોરમના મેમ્બર જીવન જુંગીના જણાવ્યા અનુસાર, સોમવારે 4 તારીખે તેમનું મોત નીપજ્યું હતું અને પરિવારના લોકોને આ અંગે જાણ કરાઈ હતી. પકિસ્તાન-ઇન્ડિયા ફિશ ફોરમ દિલ્હી દ્વારા માછીમારના મૃતદેહને વહેલી તકે માદરે વતન પહોંચડવામાં આવે તેવી માંગ કરી હતી .
અત્યાર સુધીમાં અપહરણ કરાયેલા 492 માછીમારો હતા. જેમાંથી એકનું મોત નીપજતા હવે 491 માછીમારો હાલ કરાચીમાં સબડી રહ્યા છે, ત્યારે હજુ પણ એક માછીમાર કરાંચીમાં બીમાર હોવાનું જણાયું છે. જેને પણ ભારત છોડવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. હાલ ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલીનું વાતાવરણ છે, ત્યારે આ અંગે તુરંત નિર્ણય લેવાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે.