- ઘરે ઘરે ગાયત્રી યજ્ઞ, પોઝિટિવ ઉર્જાનો સંચાર
- નિવૃત પ્રિન્સીપાલે 32 વર્ષથી ઘરને ગાયત્રી તપસ્થલી પરિસર બનાવ્યું
- દરરોજ યજ્ઞ અને વિશ્વમાંથી કોરોના નાબૂદ થાય તે માટે શાંતિ પાઠ કરાય છે
પોરબંદર: ભારતીય સંસ્કૃતિમાં યોગનું મહત્વ રહેલું છે અને હાલ કોરોનાની વૈશ્વિક બિમારી ફેલાઇ છે ત્યારે વાતાવરણ શુદ્ધ કરવું જરૂરી બન્યું છે. ઘરમાં યજ્ઞ કરવાથી ઘરનું વાતાવરણ શુદ્ધ થાય છે અને સુખ-સમૃદ્ધિ સાથે પૉઝિટિવ એનર્જીનું વહન થાય છે. હિમાલયના વિશેષ યજ્ઞ સામગ્રીના ઉપયોગથી તપસ્થલીની મહિલાઓ દ્વારા નિઃશુલ્ક ઘરે ઘરે ગાયત્રી યજ્ઞ કરવામાં આવે છે. લોકોને કોરોના મહામારીથી બચવા વાતાવરણ શુદ્ધિ ખાસ જરૂરી છે.
વધુ વાંચો: સોમનાથ મંદિર ટ્રસ્ટનો મહત્ત્વનો નિર્ણય, લીલાવતી અતિથિગૃહમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરાશે
તપસ્થલીમાં યોજાયો યજ્ઞ અને વાર્ષિક ઉત્સવ
મધુબેન દેવાણીનાએ જણાવ્યું હતું કે ગાયત્રી તપસ્થલીમાં નિત્ય ક્રમ મુજબ સવારે સાંજે આરતી તથા મહિલાઓ દ્વારા દરરોજ યજ્ઞ કરવામાં આવે છે ઉપરાંત કોરોનાની મહામારીથી બચવા સામૂહિક શાંતિ મંત્ર જાપ કરવામાં આવે છે. હાલ ચૈત્રી નવરાત્રી દરમિયાન અખંડ અક્ષત પુજા પણ થઈ રહી છે. ઉપરાંત વૈશ્વિક કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને 500થી વધુ ઘરમાં યજ્ઞ થઈ ગયા છે. આ સિવાય ગુરુદેવ પંડિત રામ શર્મા આચાર્યજી દ્વારા સૂચવેલ દસ ઉત્સવ ઉજવણી કરાય છે જેમાં ગાયત્રી જયંતિ નિમિતે પંચ કુંડી યજ્ઞ, ગુરુપૂર્ણિમા, ધ્વજા રોહિણ, વસંત પંચમી અને નવરાત્રીની ઉજવણી કરાય છે પરંતુ હાલ કોરોના સમયમાં કાર્યક્રમોમાં સોશિયલ ડિસ્ટન્સ નિયમને ધ્યાનમાં રાખી ઉજવણી સાદાઈથી કરાઈ રહી છે.
વધુ વાંચો: કોરોના સંક્રમણને કારણે જૂનાગઢ જિલ્લામાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરાઈ બંધ